કાલોલમાં જંગલી જાનવરથી પાક અને જગતનો તાત જોખમમાં મુકાયો

  ભારત એક ખેતીપ્રધાન દેશ છે.મોટા ભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે. અને ખેતી કરીને પોતાના ઘર-પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે.ત્યારે વાત કરીએ આપણે પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલ તાલુકાના એક નાની પીંગળી ગામની વાત.ગઈ કાલે રાત્રે આ ગામનો એક ખેડૂત ઉંમરે આશરે ૪૦-૪૫ વર્ષ નામ નટવરભાઈ કાળુભાઇ સોલંકી પોતાના ખેતરમાં કરેલ મકાઈ,તુવેર ડાંગર,કપાસ જેવા વગેરે તૈયાર પાકને જંગલી ભૂંડો,રોઝ, સાવડી જેવા હિંસક જાનવરોથી બચાવવા માટે રાત્રીના સમયે ખેતરમાં હતાં.આ નટવરભાઈ પોતાના ખેતરના ચારે ખૂણે ફરી ફરીને થાકીને મોડી રાત્રે પોતાના ખેતરમાં સુતા હતાં તેવા સમયે જંગલી ભૂંડ નું ૨૦-૨૫ નું ટોળું આવી આ નટવરભાઈ ઉપર હુમલો કર્યો હતો.અને તેમને હાથ-પગના ભાગમાં અને શરીરના ભાગમાં ઈજા પહોંચાડી હતી.આખરે નટવરભાઈ ઊગમાંથી જાગી જતાં તેમનો જીવ બચ્યો હતો.અને સવાર પડતાં જ તેમને પ્રાઇવેટ વાહનમાં હોસ્પિટલમાં જઈ સારવાર કરાવી હતી.આમ સરકાર દ્વારા પાક સંરક્ષણ ને લઈને ઘણી યોજનાઓ બહાર પડતી હોય છે.

પરંતુ તેનો લાભ મોટા મોટા ખેડૂતો ને જ મળતો હોય છે,આવા નાનાં ખેડૂતો તે લાભ લઇ શકતા નથી.હાલ ચોમાસાના પાક નિષ્ફળતા ને લઈને પંચમહાલ જિલ્લા ને પણ બાકાત રાખવામાં આવ્યો છે.તેથી તે નિર્ણયને લઈને પણ પંચમહાલ જિલ્લા ના ખેડૂતો એ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.આમ વારંવાર કાલોલ તાલુકાના ખેડૂતો દ્ધારા આવા જંગલી હિંસક પશુઓના ત્રાસથી હેરાન થઈને મીડિયા દ્વારા રજુઆત કરવામાં આવે છે.પરંતુ આવા નાનાં ખેડૂતો નું કોણ સાંભળે ? તેથી પાક તો સુરક્ષીત નથી સાથે ખેડૂત પણ અસુરક્ષિત નથી. લોક ચર્ચા દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે રાત્રિના સમયમાં અમુક શહેરી વિસ્તારમાંથી આવા ભૂંડ ભરી લાવી ગ્રામીણ વિસ્તારોમાં છોડવામાં આવે છે.તેથી લાગતાં વળગતા તંત્ર દ્વારા આવા જંગલી હિંસક પશુઓને પકડી કઈક  યોગ્ય નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠી છે.  

રિપોર્ટર : જયવીર સોલંકી