શહેરામાં મેડિકલ સ્ટોરમા દવા ની ખરીદી કરતા ગ્રાહકોને જી.એસ.ટી સાથેનુ બિલ નહી મળતા બુમો ઉઠવા પામી

શહેરા 
શહેરા મા  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર મા તપાસ કરવા માટે શુભ મુહૂર્ત ની રાહ દેખી રહયુ છે.અમુક મેડિકલ સ્ટોર મા દવા ની ખરીદી કરતા ગ્રાહકો ને જી.એસ.ટી સાથેનુ બિલ નહી આપવા સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના  નિયમો નુ પાલન ન થતુ હોવાની બૂમો  ઉઠવા પામી છે.

શહેરા તાલુકા મથક ખાતે  મેડિકલ સ્ટોર મા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના નિયમોનું પાલન થવુ અત્યંત જરૂરી છે.તાલુકા ના  ગ્રામીણ વિસ્તાર માંથી   અમુક લોકો બીમાર પડે તો ખાનગી દવાખાનાઓમાં સારવાર અર્થે આવતા હોય છે. અમુક મેડિકલ સ્ટોર મા ગ્રાહકો ને  દવા ની ખરીદી કર્યા  બાદ જી.એસ.ટી  નંબર સહિત નુ બિલ નહી આપવામા આવતુ હોવાની    બૂમો પાછલા કેટલાક સમયથી  ઉઠી  છે. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાલુકા મથક ખાતે આવેલ  મેડિકલ સ્ટોર મા તપાસ કરવામાં  શુભ મુહૂર્ત ની રાહ દેખી રહયુ હોય તેવુ લાગી  રહયુ છે. મહત્વ નું છેકે મેડિકલ સ્ટોરમાં જી.એસ.ટી. સહિતનુ પાકુ બિલ આપવામા આવે છેકે નહી તેમજ  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના નિયમો  નુ પાલન થાય છે ખરૂ ?તે તપાસ કરવામાં પણ  જવાબદાર તંત્ર ને કોઈ રસ ના હોય તેમ લાગી રહયુ છે. જિલ્લા નુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ બાબતે પોતાની નૈતિક ફરજ ક્યારે નિભાવશે તેતો જોવુજ બની રહયુ છે.