દાહોદના મુવાલીયા અને રોઝમ ગામેથી બે ઈસમોને બે દેશી પિસ્ટલ સાથે ઝડપ્યા

દાહોદ,

દાહોદ તાલુકાના મુવાલીયા ગામે તથા રોઝમ ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે બે ઈસમોને ઝડપી પાડી તેઓની પાસેથી નંગ. 2 માઉઝર (પિસ્ટલ) તથા બે નંગ. 2 દેશી તમંચા સાથે બે ઈસમોને ઝડપી પાડી તેઓની પાસેથી કુલ 06 જીવતા કાર્ટીસ મળી કુલ રૂા. 34,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંન્નેને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે મુવાલીયા ગામે સરપંચ ફળિયામાં રહેતાં અરવિંદભાઈ સોમજીભાઈ ભાભોર અને રોઝમ ગામે ઉબડકુઈ ફળિયામાં રહેતાં મંગાભાઈ સંગાડાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં ઉપરોક્ત બંન્ને ઈસમોને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી બે નંગ. માઉઝર (પિસ્ટલ) અને બે નંગ. દેશી તમંચા તેમજ કુલ 06 જીવતા કાર્ટીસ મળી કુલ રૂા.34,300 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમોને જેલના સળીયા પાછળ ધકેલી દઈ બંન્ને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.