ગોધરાના ખાડી ફળીયા વિસ્તારમાં ફરી એકવાર એક બાળકીની ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જાયા હતા. કેમકે આજથી એક અઠવાડિયા પહેલા પણ એક આવો જ કિસ્સો બન્યો હતો. જ્યાં એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. ત્યારે ગોધરાના ખાડી ફળીયા વિસ્તારમાં સતત આવી ઘટનાઓએ સ્થાનિકોમાં ભય પેદા કર્યો છે. ત્યારે તે વિસ્તારમાં રહેતા મારવાડી વાસ વિસ્તારના સ્થાનિક લોકોએ સુરક્ષાની બાબતને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.