જેકલીન ફર્નાન્ડિઝની બીમાર માતાને મળવા જવાની અરજી પર ઈડીએ અભિનેત્રી માટે આપ્યું ચોકાવનારું નિવેદન

મુંબઇ,

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ મની લોન્ડરિંગ કેસમાં ૧૬ જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ સામેલ છે.

જેકલીન ફર્નાન્ડિઝે કોર્ટ પાસે વિદેશ જવાની પરવાનગી માંગી હતી, જેના માટે કોર્ટે અભિનેત્રીની અરજી પર EDને નોટિસ પાઠવી છે. હવે જેકલીનની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટમાં ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે ૨૯ જાન્યુઆરીએ જેકલીને એક દિવસ માટે દુબઈ જવાની પરવાનગી માંગી છે. અગાઉ જેકલીને ગયા વર્ષે ૨૩ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી બહેરીન જવાની પરવાનગી માંગી હતી.

સુકેશ ચંદ્રશેખર કેસમાં ફસાયેલી જેકલીન ફર્નાન્ડિઝે દુબઈ જવાની પરવાનગી માટે કોર્ટમાં અરજી કરી છે. જેકલીને કહ્યું હતું કે વર્ક કમિટમેન્ટસના કારણે તે એક દિવસ માટે દુબઈ જવા માંગે છે. જેકલીને આ અગાઉ ડિસેમ્બર ૨૦૨૨માં બહરીન જવાની પરવાનગી માટે અરજી દાખલ કરી છે. તેણે કહ્યું હતું કે તે બીમાર છે અને તે તેમને મળવા માંગે છે. ઈડ્ઢ તેના વિદેશ જવાનો સતત વિરોધ કરી રહી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે જો તે વિદેશ જતી રહેશે તો પરત નહીં ફરે.

બીજી બાજુ ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગએ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. ર્ઈંઉએ ચાર્જશીટમાં પિંકી ઈરાનીને આરોપી બતાવી છે. કોર્ટ આવતીકાલે ચાર્જશીટ પર વિચાર કરશે.

ઉલ્લેખનીય છે કે પિંકી ઈરાની જ તે મહિલા છે જે અભિનેત્રીઓને સુકેશ સાથે મુલાકાત કરાવવાનું કામ કરતી હતી. પિંકી ઈરાનીએ જ જેકલીન અને નોરા ફતેહીની સુકેશ સાથે મુલાકાત કરાવી હતી. તપાસ એજન્સીઓની પૂછપરછમાં તેની સાથે સુકેશના ઘણા કનેક્શન સામે આવ્યા છે.