થાઇલેન્ડ,
મિસ યુનિવર્સ ૨૦૨૨ની ઈવેન્ટમાં દુનિયાભરમાંથી ૮૬ દેશની સુંદરીઓએ ભાગ લીધો. અલગ અલગ પ્રકારનાં ડ્રેસ અને સ્ટાઈલ દ્વારા મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ દેશની ફાઈટિંગ સ્પિરિટ તો કોઈએ માતા-પિતાને ટ્રિબ્યૂટ આપ્યું. બ્યૂટી કૉમ્પિટિશનની આ ઈવેન્ટ્સ ઘણી વખત વિવાદોથી ઘેરાયેલી રહી છે.
મિસ યુનિવર્સ ૨૦૨૩ની ઇવેન્ટમાં મિસ થાઇલેન્ડ રેમ્પ પર એવો ડ્રેસ પહેરીને પહોંચી હતી, જેને જોઇને દરેક વ્યક્તિ આશ્ર્ચર્ય પામી ગયા હતા. પગથી લઈ માથા સુધી આ બ્યૂટી લુક તેને ક્લાસી વાઇબ્સ તો આપી રહ્યો હતો, સાથે જ મિસ યુનિવર્સના માહોલમાં સ્પાઇસ-અપ પણ એડ કરી દીધું હતું. આ આઉટફિટમાં વેરાઇટીની સાથે સાથે ફેશન અપીલ પણ જોવા મળી રહી હતી. તો ભૂતકાળમાં પણ ક્યારેક આ સ્પર્ધાને લઈને વિરોધ થયો તો ક્યારેક પોલિટિક્સ થયું. જાણવું જરૂરી છે કે આજે વાત ફેશનના ટ્રેન્ડ અને કૉન્ટ્રોવર્સી વિશે, જે આ પ્રકારની ઈવેન્ટ બાદ ખૂબ ચર્ચામાં રહે છે.