મુંબઇ,
મહારાષ્ટ્રના રાજકારણમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે શબ્દયુદ્ધ આક્રમક બન્યું છે. નિલેશ રાણેએ હમણાં એક વિડીયો પોસ્ટમાં ખુબ આક્રમક પ્રહારો કર્યા હતા. તેમણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ગાળો આપી ઉપરાંત સંજય રાઉતને મારવાની વાત પણ વાત કરી હતી. નારાયણ રાણેએ કહ્યું હતું કે, સંજય રાઉતને બાળાસાહેબ ઠાકરેના કહેવા પર સાંસદ બનાવ્યા હતા. સંજય રાઉતને સાંસદ બનાવવો તે તેમના દ્વારા લેવાયેલ ખોટો નિર્ણય હતો.
નારાયણ રાણેના નાના પુત્ર નિલેશ રાણેએ ટ્વીટ કરીને કહ્યું, ’સંજય રાઉત જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેને તે જ ભાષામાં જવાબ આપવામાં આવશે. સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને ડુબાડી દેશે. ઉપરાંત તેમણે સંજય રાઉતને મારવાની પણ વાત કહી હતી. ઉદ્ધવ ઠાકરે વિશે પણ ખરાબ ભાષામાં ટીપ્પણી કરતા નિશાન સાધ્યું હતુ.
સંજય રાઉત અને નારાયણ રાણે વચ્ચેના શબ્દ પ્રહારોમાં ભાષાનું એકદમ નિમ્ન કક્ષાનું હતું. થોડા દિવસો પહેલા સંજય રાઉતે નારાયણ રાણે પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો હું તમારી ૧૦૦ નકલી કંપનીઓ વિશે ખુલાસો કરીશ તો તમારે ૫૦ વર્ષ સુધી જેલમાં વિતાવવા પડશે. તેણે નારાયણ રાણેને ન લડવા ચેતવણી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તમે મને લડતા ન શીખવશો. ઈડ્ઢના ડરથી તમે પાર્ટી છોડીને ભાગી ગયા હતા. તેમણે ત્યાં સુધીનું કહી દીધું હતું કે, ’તમે મારી સાથે વાત કરવા યોગ્ય નથી.