હૈદરાબાદ,
હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. બુધવારે રમાનારી મેચ માટે ભારતીય ખેલાડીઓ સોમવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. સાંજે શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન સહિત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆરના ઘરે પાર્ટી કરવા પહોંચ્યા હતા.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વનડે રમાશે. રોહિત શર્મા એન્ડ ટીમ સોમવારે ત્રિવેન્દ્રમથી હૈદરાબાદ પહોંચી હતી. વિરાટ કોહલી સૌથી પહેલા હૈદરાબાદ પહોંચ્યો હતો, તે એકલો આવ્યો હતો. આ પછી અન્ય ટીમોના ખેલાડીઓ પણ હૈદરાબાદ પહોંચ્યા હતા. હૈદરાબાદમાં ટીમના ઘણા ખેલાડીઓએ જુનિયર એનટીઆર સાથે પાર્ટી કરી હતી, જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુર એનટીઆર જૂનિયરના ઘરે પહોંચ્યા હતા. સૂર્યા બ્લેક હુડ્ડી શાર્દુલ ઠાકુર જેકેટ ઈશાન-કિશન અને સ્ટાઈલિટ શર્ટમાં જોવા મળ્યા હતા.
તાજેતરમાં એનટીઆર જુનિયરની ફિલ્મ ઇઇઇ ફિલ્મના ગીતને વૈશ્ર્વિક સ્તરે એવોર્ડ મળ્યો. ત્યારે પણ ભારતીય ક્રિકેટરો અને પૂર્વ ક્રિકેટરોએ તેને આ માટે અભિનંદન પાઠવ્યા હતા. ભારતમાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતીય ક્રિકેટ પણ સાઉથની ફિલ્મોના દિવાના છે. સાઉથની કોઈ પણ મોટી ફિલ્મ આવે ત્યારે ભારતીય ક્રિકેટરો તેના વખાણ કરવામાં નિષ્ફળ જતા નથી.