’ધ કાશ્મીર ફાઇલ્સ’ની પલ્લવી જોષી ફિલ્મના સેટ પર ઘાયલ થઈ, ગાડીએ ટક્કર મારતા હોસ્પિટલમાં એડમિટ

હૈદરાબાદ,

’ધ કાશ્મીર ફાઇલ્સ’ની એક્ટ્રેસ તથા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની પત્ની પલ્લવી જોષીનો અકસ્માત થયો હતો. પલ્લવી જોષીને અપકમિંગ ફિલ્મ ’વેક્સિન વૉર’ના સેટ પર ઈજા થઈ હતી. સૂત્રોના મતે, શૂટિંગ દરમિયાન એક ગાડીએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને પલ્લવી જોષીને ટક્કર મારી દીધી હતી.

પલ્લી જોષી હાલમાં હૈદરાબાદમાં ’વેક્સિન વૉર’નું શૂટિંગ કરી રહી છે. શૂટિમંગ દરમિયાન તે અકસ્માતનો ભોગ બની હતી. સૂત્રોના મતે, પલ્લવી જોષીને ગંભીર ઈજા થઈ નથી. તેણે પહેલાં પોતાનું શૂટિંગ પૂરું કર્યું અને પછી સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડૉક્ટર્સે કહ્યું હતું કે ઈજા ગંભીર ના હોવાથી ડરવાનું કોઈ કારણ નથી.

આ દરમિયાન પલ્લવી જોષીના પતિ વિવેક અગ્નિહોત્રીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, ’જીવનની ઝડપી ગતિ, ભારે ટ્રાફિક, નશામાં ગાડીઓ ચલાવનારા માટે દુર્ઘટનાગ્રસ્ત રોડ પર દોડવાની રમત છે. તમારે તમારી જાતને બચાવવી પડશે. મોટાભાગના લોકો દુર્ઘટનાનો ભોગ બને છે અને તેમાંથી ક્યારેય બહાર આવી શક્તા નથી. જે બચી જાય છે, તે ઊઠીને ફરી દોડવા લાગે છે અને પોતાની મંજિલ સુધી પહોંચી જાય છે.’

વિવેક અગ્નિહોત્રીએ સો.મીડિયામાં ’ધ વેક્સિન વૉર’ની જાહેરાત કરી હતી. વિવેકે કહ્યું હતું, ’તમે નહીં જાણતા હો તેવી યુદ્ધની વાર્તા આ ફિલ્મમાં જોવા મળશે. ભારતે આ યુદ્ધ લડ્યું અને પોતાના વિજ્ઞાન, સાહસ તથા મહાન ભારતીય મૂલ્યો સાથે જીત્યું.’ અગ્નિહોત્રીએ કહ્યું હતું કે આ ફિલ્મ આ વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ ૧૧ ભાષામાં હિંદી, અંગ્રેજી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, બાંગ્લા, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, ઉર્દૂ તથા અસમીઝમાં રિલીઝ થશે. આ ફિલ્મ રિલીઝ માટે આશીર્વાદ આપો. ડિરેક્ટરે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ ફિલ્મને પલ્લવી જોષી, અભિષેક અગ્રવાલ પ્રોડ્યૂસ કરશે. પલ્લવી જોષીએ કહ્યું હતું કે આ ફિલ્મ ડૉક્ટર્સ તથા વૈજ્ઞાનિકોના અસીમ સમર્થન તથા સમર્પણ માટે ટ્રિબ્યૂટ છે