મુંબઇ,
’દિલ ક્યોં મેરા શોર કરે’ જેવું ગીત લખનારા ગીતકાર નાસિર ફરાઝને તેમનાં દિલે જ દગો આપ્યો હતો. રવિવારે સાંજે અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું નિધન થયું હતું.
નાસિર ફરાઝે ૨૦૧૦માં રિલીઝ થયેલી ફિલ્મ કાઇટ્સના સુપરહિટ બે ગીત દિલ ક્યો મેરા શોર કરે અને જિંદગી દો પલ કી લખ્યા હતા. આ પછી બાજીરાવ મસ્તાની, ક્રિષ અને કાબિલ જેવી ફિલ્મોના ગીતોથી તેઓ જાણીતા બન્યા હતા.
તેમને લાંબા સમયથી હૃદયને લગતી તકલીફો હતી. સાત વર્ષ પહેલાં તેમણે સર્જરી પણ કરાવી હતી. રવિવારે સાંજે અચાનક તેમને એટેક આવ્યો હતો. તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું નિધન થઈ ગયું હતું. નાલાસોપારામાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. નાસિર ફરાઝ ગીતકાર હોવાની સાથે સાથે સંગીત દિગ્દર્શક પણ હતા.