તાલિબાનનું નવું ફરમાન: હવે દુકાનોમાં મહિલા પુતળાના ચહેરા ઢાંકવા ફરજિયાત રહેશે,દુકાનદારોનો વિરોધ

  • અફગાનિસ્તાનમાં તાલિબાનની સત્તામાં વાપસી બાદથી મહિલાઓ પર હિજાબ પહેરવાની અનિવાર્યતા સહિત અનેક પ્રતિબંધ લગાવાયા છે.

કાબુલ,

અફગાનિસ્તાનમાં તાલિબાનની સત્તામાં વાપસી બાદથી મહિલાઓ પર હિજાબ પહેરવાની અનિવાર્યતા સહિત અનેક મોટા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને હવે દેશના પાટનગર કાબુલમાં મહિલાઓના કપડાની દુકાનોમાં તો પુતળાના ચહેરા પણ ઢાંકવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.સ્થાનીક મીડિયાના જણાવ્યા અનુસાર તાલિબાને ઓગષ્ટ ૨૦૨૧માં સત્તામાં વાપસી કર્યા બાદ આદેશ આપ્યો હતો કે તમામ દુકાનોથી પુતળા હટાવવામાં આવે અથવા તેના માથા અલગ કરી દેવામાં આવે તેનો આ આદેશ ઇસ્લામી કાનુનની તે કડી વ્યાખ્યા પર આધારિત હતો જે હેઠળ માનવ રૂપે પુતળા અને તસવીરોના ઉપયોગ પર પ્રતિબંધ છે કારણ કે તેને મૂતઓના રૂપમાં પુજી શકાય છે પરંતુ આ મહિલાઓને લોકોની નજરોથી દુર રાખવાના તાલિબાનના અભિયાનની સાથે પણ મેળ ખાય છે.

કેટલાક દુકાનદારોએ આ આદેશનું પાલન કર્યું છે તો કેટલાકે વિરોધ પણ કર્યો અને ફરિયાદ કરી છે કે આ આદેશના લાગુ થવા પર તે પોતાના કપડાને યોગ્ય રહીતે પ્રદર્શિત કરી શકશે નહીં અને તેમને મોધા પુતળાઓને નષ્ટ કરવા પડશે ત્યારબાદ તાલિહાને પોતાના આદેશમાં પરિવર્તન કર્યું અને તેણે દુકાનદારોને પુતળાના ચહેરા ઢાંકી તેનો ઉપયોગ કરવાની મંજુરી આપી હવે દુકાનદારોની સામે દુવિધા હતાં કે તેમને આદેશનું પાલન પણ કરવાનું હતું અને ગ્રાહકોને આકર્ષિત પણ કરવાના હતાં આવામાં દુકાનદારોએ એક રચનાત્મક પધતિ શોધી અને અલગ અલગ રીતના એવા નકાબોથી પોતાના પુતળાને ઢાંકયા જે અનાયાસે જ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

કાબુલની લેસી મરિયમ સ્ટ્રીટ પર આવેલ અનેક દુકાનો પર પુતળાને અનોખા નકાબોથી ઢાંકવામાં આવ્યા છે.એક દુકાનદારે પોતાની દુકાન પર સીપોથી જોડાયેલ જામુની રંગના પરિધાન પહેલા પુતળાના ચહેરાને આ રંગના નકાબથી ઢાંકયા છે.એક અન્ય દુકાન પર સોનેરી કઢાઇવાળા વાળ ગાઉન પહેલ પુતળાનો ચહેરો લાલ મખમલી કપડાના માસ્કથી ઢાંકી દીધો અને તેના માથા પર તાજ સજાવેલો છે.