ગોધરા અભરામ પટેલના મુવાડા ખાતે કેન્દ્રિય વિઘાલયના બાંધકામ સ્થળેથી સેન્ટિંગના પ્લેટોની ચોરી

ગોધરા,

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે લાંબા સમયની રજુઆત બાદ કેન્દ્રિય વિઘાલયના નવીન બિલ્ડિંગને મંજુરી મળી છે. ગોધરા ધારાસભ્ય દ્વારા અનેકવાર રજુઆતો કર્યા બાદ ગોધરા તાલુકાના અભરામ પટેલના મુવાડા ખાતે કેન્દ્રિય વિઘાલયનુ બાંધકામ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે કેન્દ્રિય વિઘાલયનુ નવીન બિલ્ડિંગ નિર્માણ પામે તે પહેલા જ ઈસમોએ બાંધકામ સાઈટ પરથી તસ્કરી છે, જેમાં અભરામ પટેલના મુવાડા નજીક નિર્માણ પામી રહેલ બિલ્ડિંગ સાઈટ પરથી કાર લઈને આવેલા અજાણ્યા તસ્કરો દ્વારા વિજય ક્ધસ્ટ્રકશન સાઈટની માલિકીની 52 જેટલી પ્લેટોની ઉઠાંતરી કરવામાં આવી હતી, કાર લઈને આવેલા તસ્કરો રૂ.46,800/-જેટલી કિંમતની સેન્ટિંગ પ્લેટો લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર મામલે ક્ધસ્ટ્રકશન સાઈટના સુપરવાઈઝર દ્વારા ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.