શહેરા,
ગત તા.30 ડિસેમ્બરના રોજ શહેરા તાલુકાના વલ્લવપુર ગામે રાવળ ફળિયામાં રહેતા જયંતિભાઈ મગનભાઈ રાવળ તેઓના ઘરે હતા તે સમય દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યોએ તેઓના ઘરે જઈ જયંતિભાઈના ઘરની સામે રોપેલા થાંભલા હદની બહાર રોપેલા હશે તો તમારે અમારા કહ્યા મુજબ કરવું પડશે તેમ ગામના માજી ડે.સરપંચ અરવિંદસિંહ અને હાલના ડે.સરપંચ પ્રફુલ રાવળે જણાવ્યું હતું, તો આવું જણાવતા તેમની સાથે આવેલ મથુર ચંદુભાઈ રાવળ, ચંદુ મગનભાઈ રાવળ, સંજય મથુરભાઈ રાવળ અને હિતેશ મથુરભાઈ રાવળે આ ચારેય જણે એકદમ ઉશ્કેરાઈ જઈ જયંતિભાઈને માં-બહેન સમાણી ગાળો બોલી જયંતિભાઈ તેમજ તેમની પત્નીને ધક્કો મારી જમીન પર પાડી દઈ ગડદાપાટુંનો મારમાર્યો હતો, ત્યારબાદ જયંતિભાઈની પત્નીને પકડી રાખી લોખંડની પાઇપ વડે પેટના ભાગે મારમાર્યો હતો જેને લઇને તેઓએ બૂમાબૂમ કરતા ચારેય ઈસમો આજે બચી ગયા છો હવે પછીથી હાથમાં આવે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. જોકે પાઇપ વડે માર મારવાના કારણે જયંતિભાઈની પત્નીને પેટના ભાગે ઇજા પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો આ સમગ્ર બનાવ અંગે જયંતિભાઈએ શહેરા પોલીસ મથકે પહોંચી તેઓને માર મારનાર ચારેય ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.