કાલોલના મધવાસ ગામે પતંગ લુંટતા ચાર ઈસમોએ બાઈક સવારો અને છોડાવવા પડેલ વ્યકિતઓને મારમારતાં ફરિયાદ

કાલોલ,

કાલોલ તાલુકાના મધવાસ ગામે ફરિયાદી બાઈક ઉપર પસાર થતા હોય ત્યારે આરોપીઓ પતંગ લુંટતા હતા. તે બાઈક આગળ આવી ઉશ્કેરાઈ જઈ મારામારી કરી ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા અમીતભાઈ તિવારી તથા અંકીતભાઈ બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે જયેશ મહેન્દ્રસિંહ સીકલીગર, અવીનાશ રમેશભાઈ સીકલીગર, રાજુભાઈ લક્ષ્મણભાઇ સીકલીગર, કલ્પેશ સીકલીગર લાકડાનું ઝાડું બનાવીને પતંગ લુંટતા હતા. તે આરોપી અમીતભાઈની બાઈક આગળ આવી જતાં જોઈને ચાલવા કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ બાઈક ઉભી રખાવી. અમીતભાઈ અને અંકિતને ઝાપટ મારતાં બન્ને પોતાના ધરે જતાં રહ્યા હતા. ત્યારે ચારે આરોપીઓ લાકડી લઈ તેમની પાછળ જઈને લાકડી વડે મારમારતાં વચ્ચે છોડાવવા પડેલ ત્રણ વ્યકિતઓને લાકડીઓ વડે મારમારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.