- વીજબીલ ન ભરતા વીજ પુરવઠો બંંધ કરાશે.
દાહોદ,
સ્માર્ટ સીટી તરીકે ગણાતા એવા દાહોદ શહેરમાં આવેલ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાંય સમયથી વોટર વર્કસ, સ્ટ્રીટ લાઈટ, અને એન.આર.જી.પી. નું લાઈટ બીલ ન ભરતા આ લાઈટ બીલની રકમ વધીને રૂા. 78,75,017.75 (ઈઠ્ઠોતેર લાખ પંચોતેર હજાર સત્તરને પંચોતેર પૈસા) બીલ પેટે એમ.જી.વી.સી.એલ.ને ચુકવવાના બાકી હોય મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા દાહોદ નગર પાલિકાને નોટીસ ફટકારી આ બાકી વીજ બીલના નાણાં ચોવીસ કલાકમાં ભરી દેવામાં નહીં આવે તો ચોવીસ કલાક બાદ ઉપરોક્ત તમામ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું છે.
દાહોદ શહેરવાસીઓને સ્ટ્રીટ લાઈટ વગર અંધારામાં રહેવાનો વારો આવી શકે છે. કારણ કે, દાહોદ નગરપાલિકા દ્વારા વીજ પુરવઠાનું બાકી બીલની રકમ ભરપાઈ ન કરવામાં આવતાં આ પરિસ્થિતી સર્જાઈ શકે છે. દાહોદ સ્માર્ટ સીટી તરફ આગળ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે દાહોદ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે જાહેર જનતાને તેની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. દાહોદ નગર પાલિકા દ્વારા વોટર વર્કસ, સ્ટ્રીટ લાઈટ અને એન.આર.જી.પી. નું વીજ પુરવઠા બીલ ન ભરતા આ વીજ પુરવઠાની બીલની રકમ વધીને અધધ.. રૂા. 78,75,017.75 ( ઈઠ્ઠોતર લાખ પંચોતેર હજાર સત્તર ને પંચોતેર પૈસા) થઈ ગયાં છે. આ સબબ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા દાહોદ નગરપાલિકાને નોટીસ ફટકારી દેવામાં આવી છે અને જણાવ્યું છે કે, ચોવીસ કલાકની અંદર આ બાકી વીજ પુરવઠાના બીલની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો આ તમામ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવશે અને તેની સીધી અસર દાહોદ શહેરવાસીઓને પડશે અને શહેરવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે વોટર વર્કસનું રૂા. 40,52,343, સ્ટ્રીટ લાઈટનું રૂા. 29,64,702.13 અને એન.આર.જી.પી. નું રૂા. 8,57,971.81 મળી કુલ રૂા. 78,75,017.75 વીજ પુરવઠાનું બીલ ભરપાઈ કરવાનું બાકી છે. ત્યારે આ સબબ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જણાવ્યાં અનુસાર, વીજ પુરવઠો બંધ થઈ જશે અને તેનાથી જાહેર જનતાને જે પડતી હાલાકી, અગવડતા માટ દાહોદ નગરપાલિકા જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.