ગરબાડામાં હાફેશ્ર્વર નર્મદા બેસીન યોજના પૂર્ણ થયાને એક વર્ષ થયો

  • યોજના ચાલુ થતા પહેલા જ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ.

ગરબાડા,

ગરબાડામાં હાફેશ્ર્વર નર્મદા બેસીન આધારિત જૂથ પાણી પુરવઠા યોજના નો પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો ત્યાં અજાણ્યા ઈસમો દ્વારા પેનીલ મોટર તેમજ વાલની ચોરી થઈ ચૂકી છે. જે બાબતે એજન્સી દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. જેનું ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા નર્મદાના પાણી ગામ લોકોને મળે તે માટે હંગામી ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે.

ગરબાડા નગર સહિત આજુબાજુ વિસ્તારને પીવાનું પાણી પાડવા માટે સરકાર દ્વારા હાફેશ્ર્વર નર્મદા બેસીન આધારીત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે. જે પાણીના ટકાની કેપીસીટી 35 લાખ 10 હજાર લિટર છે જેના મારફતે આજુબાજુના વિસ્તારને નળ કલેક્શનના માધ્યમથી પાણી પૂરૂં પાડવામાં આવશે. જ્યાં હાલની ટાંકાની પરિસ્થિતિમાં અજાણ્યા ઇસમો દ્વારા ટાંકા ઉપર લગાવેલ ઢાંકણો પાણીના વાલ તેમજ પેનીલ મોટરની ચોરી કરવામાં આવી હતી. નર્મદા બેસીન આધારિત પાણી પુરવઠા ટાકાનું કામ એક વર્ષ પૂર્વે પૂર્ણ થઈ ગયું હતું. કામ પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા ધ્યાન ન અપાતા અમુક ઈસમો દ્વારા ત્યાં ચોરી કરવાનું સામે આવ્યું હતું. આ બાબતે પાણી પુરવઠા અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, કામ એક વર્ષ પૂર્વેજ પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં ચોરીના બનાવો બન્યા હતા. ત્યારે કામ ચાલુ હતું અને તેની જાણ તેમજ ફરિયાદ ગરબાડા પોલીસ મથકે કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિની જોઈએ તો પાણીના ટાંકા ઉપર દરવાજા પાણીના વાલ તેમ જ અસામાજિક તત્વો દ્વારા પાણીની અંદર દારૂની બોટલો તેમજ ઘન કચરો નાખેલો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે નર્મદા બેસીને આધારિત પાણીના ટાંકાની સંભાળ રાખવામાં આવે તેમજ પાણીના ટાંકાની સુરક્ષા માટે કાયમી ધોરણે ચોકીદાર મુકવામાં આવે તે જરૂરી બન્યું છે. અહીંયા એક દિવસ પૂર્વે જ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા ગરબાડા નગરવાસીઓને પીવાનો પાણી આપવા માટે નર્મદાના નિરને લીલી ઝંડી આપવામાં આવી હતી હવે જોવાનું રહ્યું તંત્ર દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવે છે.