પાનીપત,
હરિયાણાના પાનીપતમાં ગુરુવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડર લીક થયો હતો. જેમાં સમગ્ર ઘર આગની ઝપેટમાં આવી ગયું હતુ. તે સમયે ઘરમાં પતિ-પતિની અને ૪ બાળકો હાજર હતા. જાણવા મળી રહ્યું છે કે જે સમયે ગેસ સિલિન્ડરમાં આગ લાગી, ત્યારે સવારનો નાસ્તો બનાવવાની તૈયારી ચાલી રહી હતી. આગે ઝડપથી ફેલાઈ જતા વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ જેમાં સમગ્ર પરિવારના સભ્યો બેડ પર જ ભડથું થઈ ગયા હતા. તેમને બહાર નીકળવાનો કે બુમો પાડવાનો પણ સમય જ ન મળ્યો. આગ લાગવાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. જ્યાં સુધી પાડોશી પહોંચ્યા ત્યાં સુધીમાં બધુ બળીને ખાખ થઈ ગયું હતુ. પાલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
શરુઆતની તપાસ બાદ એસપી શશાંક કુમાર સાવને જણાવ્યું હતુ કે દુર્ઘટના સિલિન્ડર ફાટવાને કારણે નહીં, પણ લીકેજ થવાથી બની છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે.
ડીએસપી હેડક્વાર્ટર ધરમબીર ખર્બેએ જણાવ્યું કે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હતો. તેમણે ચા બનાવવા માટે ગેસ સળગાવવાનો પ્રયાસ કર્યો કે તરત જ ધડાકો થયો હતો અને આગ લાગી હતી. જેના કારણે આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. આનાથી અંદર ગૂંગળામણ થઈ અને બધા મૃત્યુ પામ્યા.
મૃતકોમાં પતિ-પત્ની અને ૪ બાળકોનો સમાવેશ થાય છે. બાળકોમાં ૨ છોકરીઓ અને ૨ છોકરાઓ છે. મૃતકોની ઓળખ અબ્દુલ કરીમ (૫૦), તેની પત્ની અફરોઝા (૪૬), મોટી પુત્રી તરીકે થઈ છે. ઇશરત ખાતુન (૧૭-૧૮), રેશ્મા (૧૬), અબ્દુલ શકૂર (૧૦) અને અફાન (૭) તે પશ્ર્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરનો રહેવાસી હતો. હવે પરિવાર બધવા રામ કોલોની, કેસી ચોક, ગલી નંબર ૪માં રહેતો હતો.
દુર્ઘટના બાબતની જાણ થતાં જ આપસાપના લોકોની ભીડ ઉમટી પડી હતી. પોલીસ અને ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન ભીષણ આગમાં આખો પરિવાર જીવતો સળગીને ભડથું થઈ ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. કોઈપણને ઘરની અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે કે તેમાંથી કોઈ કેમ બચી શક્યું નથી. જ્યારે તેઓ બધા કઈ રીતે સંપૂર્ણપણે જીવતા સળગી ગયા હતા.