મહેસાણા,
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામ નજીક બિન અધિકૃત ફેક્ટરી ઝડપાઇ છે. જેમાં આ ફેકટરીમાં યુરીયા ખાતરમાંથી સોડીયમ સાઈનાઇડ બનાવવામાં આવતું હતુ. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્યે બાતમીના આધારે અહી દરોડા પાડવામાં આવ્યા હતો. જે દરમ્યાન આ ફેકટરીમાંથી ૫૫૬ થેલી નિમકોટેડ યુરિયા ખાતરની થેલીઓ મળી આવી હતી. અને આ ખાતરમાથી એક પ્રોસેસ કરી સોડીયમ સાઈનાઇડ બનાવાતુ હતું. જ્યા સરકારી સબસીડીવાળુ નિમકોટેડ યુરિયા ખાતરમાં સોડીયમ કાર્બોનેટ મિશ્રણ કરવામાં આવતું.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્યને એક અંદત બાતમી મળી હતી. જેના આધારે ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતો. મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામ પાસે બિન અધિકૃત ફેક્ટરી મળી આવી હતી. જેમાં આ ફેકટરીમાં યુરીયા ખાતરમાંથી સોડીયમ સાઈનાઇડ બનાવવામાં આવતું હતું. સરકારી સબસીડી યુક્ત નિમકોટેડ યુરિયા ખાતરની લગભગ ૫૫૬ થેલી સાથે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે પોલિસે ફેકટરીના સંચાલક સહિત કુલ ૭ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.