મુંબઇ,
૯૦ના દાયકામાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપનાર અભિનેતા સુનીલ શેટ્ટીએ હાલમાં જ સીએમ યોગી આદિત્યનાથ સાથે મીટીંગ કરી હતી. ત્યારથી તેઓ ફરી લાઈમલાઈટમાં આવ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેમણે બોલીવુડની ફિલ્મો વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
સુનીલ શેટ્ટીએ હમણાં થોડા દિવસો પહેલા જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી અને તે દરમિયાન તેમણે બોયકોટ બોલીવુડ ટ્રેન્ડને ખતમ કરવા માટે મદદ કરવાની વિનંતી કરી હતી અને ત્યારથી જ તેઓ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમની આ વાતને લઈને તેમને સોશ્યલ મીડિયા પર ટ્રોલ પણ કરાયા અને ઘણા લોકોએ તેમની વાતનું સમર્થન પણ કર્યું. સુનીલ શેટ્ટી ૯૦ના દાયકાના સૌથી પોપ્યુલર અભિનેતા છે, તે હમેશા તેમનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે અને એક સમાચાર મુજબ તેઓ જલ્દી ફિલ્મ હેરાફેરી ૩માં પણ જોવા મળશે.
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ હિન્દી ફિલ્મો કેમ નથી ચાલી રહી તે વિશે વાત કરતા કહ્યું હતું કે, દર્શકો મારા દ્વારા ફેકવામાં આવેલા કચરા માટે રૂપિયા નહિ ખર્ચે, આજ કારણ છે કે આજે બોલીવુડ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જયારે તેમના બાળકો તેમને પુછે છે કે કેમ તેમણે ફિલ્મો કરવાનું બંધ કરી દીધું તો તેન અજ્વાબમાં તે કહે ચેહ કે તેમણે ઘણી ભૂલો કરી છે અને દર્શકો તેમના દ્વારા કંઈપણ કચરો ફિલ્મ પીરસવામાં આવે તો તે ભોગવવા માટે તૈયાર નથી.
સુનીલ શેટ્ટીએ એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, બોલીવુડને ડ્રોઈંગ બોર્ડ પર ફરી જવાની અને આ વિષય પર વિચાર કરવાની ખાસ જરૂર છે. તેમણે ૯૦ના દર્શક અને અત્યારની ઈકોનોમીની પણ વાત કરી હતી અને બંને વચ્ચે કેટલું અંતર છે તે પણ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે બોલીવુડના અભિનેતાઓને આજે જે રીતે તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેવી રીતે તે વખતે કરવામ આવ્યું નહોતું. તેમણે વધુમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, તેમની પહેલી ફિલ્મ આરઝુ બંધ થઈ ગઈ હતી પણ તેઓ એક્શનમાં સારા હતા એટલે તેમને બીજી ફિલ્મ મળી હતી પણ જો આ જ વાત આજે થઇ હોત તો સોશ્યલ મીડિયા પર તેમણે મજાક બનાવાયા હોત અને તેમનું કરીઅર જ સમાપ્ત થઈ ગયું હોત. છેલ્લે સુનીલ શેટ્ટી વિવેક ઓબેરોય સાથે ફિલ્મ ધારાવી બેંકમાં દેખાયા હતા.
સુનીલ શેટ્ટી છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ક્ષેત્રે સન્યાસ લઈને બેઠા છે, તેઓ ખુબ ઓછી ફિલ્મોમાં નજર આવે છે. તેઓ હિન્દી અને સાઉથ એમ બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. બોલીવુડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપનાર સુનીલ શેટ્ટીના બંને બાળકો આથિયા અને અહાન ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરી ચુક્યા છે, આથિયાએ ૨-૩ ફિલ્મો માંડ કરી છે અને હાલ તે તેના ક્રિકેટર બોયફ્રેન્ડ કે.એલ રાહુલ સાથે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે અહાન હજુ સુધી એક જ ફિલ્મ તડપમાં નજર આવ્યા હતા.