ઉત્તરાયણ પર્વ સમયે પક્ષીઓ બચાવવા વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન

દાહોદ,

વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ પ્રાણઘાતક દોરાથી મૃત્યુ ન પામે તે માટે સઘન અભિયાન પ્રારંભ કરાયું છે. ગત વર્ષે 9000 થી પણ વધુ પક્ષીઓ ઉત્તરાયણના પર્વમાં ધાયલ થયા હતા. જેમાં આશરે 750 પક્ષીઓનું મૃત્યુ થયું હતું. આ મકરસંક્રાન્તિનું પર્વ પક્ષીઓ ધાયલ કે મૃત્યુ ન પામે તે માટે વનવિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

જે અંતર્ગત પતંગ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ન ઉડાવીએ. પતંગ ચગાવવા ચાઇનીઝ તથા કાચની દોરીનો ઉપયોગ કોઇ પણ સંજોગોમાં ન કરીએ. કોઇ પણ વ્યક્તિ ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ અથવા વનવિભાગને જાણ કરવી. જો કોઇ ઘાયલ પક્ષી જોવા મળે તો 1962 નંબરથી કરૂણા એમ્યુલન્સને બોલાવીએ અથવા તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ. સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ. સારવાર કેન્દ્રોની વિગતો આ હેલ્પલાઇન નંબર 8320002000 ઉપરથી મેળવી શકાશે. તેમજ https://bit.ly/karunaabhiyan લિંક ઉપર કલીક કરીને પણ મેળવી શકાશે તેમ ગુજરાત રાજ્ય વનવિભાગ દ્વારા જણાવાયું છે.