દે.બારીયા,
દે.બારીયા નગર પાલિકા હસ્તક પાણી શાખાના દ્વારા એક નવિન પાણીની પાઈપ હાલમાં નાખવામાં આવી હતી. તે નવિન પાઈપ ભુર્ગભ ગટરના ખાર કુવાના પાસેથી તાલુકા કુમાર શાળાના તરફ નાખવામાં આવી છે. તેમાં ઠેરઠેર ખાડા પુરવામાં આવ્યા નથી. તેમાં કિંમતી પીવાનું પાણી રેલાતું જોવા મળે છે. જેથી અવરજવર કરતી આમ જનતાને મુશ્કેલીઓનો સામનો છે. ચિંતાની એ વાત છે કે, અમૃત સમાન પીવાના પાણીનો બગાડ થાય છે. તેના માટે કોણ જવાબદારી સ્વીકારશે તે મોટો સવાલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયાના જુની પોલીસ લાઈનની સામે ભુર્ગભ ગટરના ખાર કુવા પાસે પીવાના પાણી માટે નવિન પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી હતી. તેમાંથી પાણી લીકેજ થયા 15 થી 20 દિવસ થવા આવ્યા હોવા છતાં કોઈ સમારકાર્ય કરવામાં આવતું નથી. આગળ બે માસનો સમયમાં ઉનાળાનો છે તેને ધ્યાને લઈ હાલથી પાણી વેડફાતા અટકાવવો પડશે જેથી પાલિકાનું તંત્ર આવતા કારમો ઉનાળા પહેલા પીવાનું પાણી બચત માટે જ્યાં જ્યાં પણ લીકેજ અથવા પાણી વેડફાય ત્યાં ત્યાં સમારકાર્ય યુધ્ધના ધોરણે કરવા રહ્યું છે. પાણી પુરવઠા વિભાગ આળશ ખંખેરશે..?