ફતેપુરા તાલુકાના મોટાનટવા પ્રાથમિક શાળા ખાતે શ્રી સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

ફતેપુરા,

12 જાન્યુઆરીને શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી તરીકે ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આજરોજ ફતેપુરા તાલુકાના મોટા નટવા પ્રાથમિક શાળા ખાતે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની શાળા ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષકો તથા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.તેમજ શિક્ષકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવનના મહત્વપૂર્ણ કાર્યો અને તેમના યોગદાન વિશે બાળકોને સમજ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય દ્વારા શાળાના બાળકોને સ્વામી વિવેકાનંદના”ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો”ના સૂત્રને પોતાના જીવનમાં ઉતારવા અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી હતી. આમ, મોટા નટવા પ્રાથમિક શાળા ખાતે આજના સ્વામી વિવેકાનંદના જન્મ જયંતી કાર્યક્રમ નિમિત્તે ખૂબજ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.