આરોપીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી દીધો આરોપી યુવક પણ ડ્રગ્સ સ્મગલર બની ગયો

  • પોલીસને કહ્યું બધી માહિતિ આપીશ પણ પહેલા મને મારી પ્રેમિકા મેળવી આપો.

મુંબઇ,

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનના જથ્થા સાથે ડ્રગ્સ સ્મગલરની ધરપકડ કરવામાં આવી છે. કોકેઈનની કિંમત ૨૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જ્યારે દાણચોર પકડાયો ત્યારે તેણે વિચિત્ર વાતો કરવાનું શરૂ કર્યું. તેણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા તેને તેના પ્રેમનો પરિચય આપો, પછી હું બધું કહીશ. જ્યારે દાણચોરે આ વાત કહી ત્યારે એરપોર્ટ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એક વિદેશી મહિલા સાથે મિત્રતા કરી હતી. તે તેની સાથે ઘણા સમયથી ફોન પર વાત કરતો હતો. દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. જ્યારે અધિકારીઓએ મહિલા વિશે વધુ માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે તે છોકરી નહીં, પરંતુ છોકરો છે. અવાજ બદલીને તેણે આરોપીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી દીધો અને આ પ્રેમના પ્રકરણમાં આરોપી યુવક પણ ડ્રગ્સ સ્મગલર બની ગયો. વિદેશી છોકરો અવાજ બદલવા માટે સોફ્ટવેર ઉપયોગ કર્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી યુવક પાસેથી ૨ કિલો ૮૧૦ ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. કોકેઈન યુવકે એક થેલીમાં છુપાવ્યું હતું.અધિકારીઓએ આરોપીને પૂછ્યું કે તે વિદેશી છોકરા સાથે કેવી રીતે મિત્રતા કરી? તો તેણે જણાવ્યું કે તેને ફેસબુક પર રિક્વેસ્ટ મળી હતી. વિદેશી યુવકે તેના ફેસબુક આઈડી પર મહિલાનો ફોટો મુક્યો હતો. તેણે તેને નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. આ સાથે શારીરિક સંબંધ બાંધવાની પણ વાત થઈ હતી. ઈથોપિયાની રાજધાની અદીસ અબાબા એરપોર્ટ પર તેને કોકેઈન ભરેલી બેગ આપવામાં આવી હતી અને તેણે આ બેગ દિલ્હી પહોંચાડવાની હતી.

આરોપી યુવકે આપેલી માહિતીના આધારે, પોલીસની એક ટીમ દિલ્હીના તે વ્યક્તિ વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે જેને આ કોકેઈન આપવાનું હતું. તે જ સમયે, પોલીસ તે વિદેશી છોકરા વિશે પણ શોધી રહી છે. આ માટે પોલીસ આઈટી નિષ્ણાતોની મદદ લઈ રહી છે. જેથી તેના ફેસબુક એકાઉન્ટ વિશે સંપૂર્ણ માહિતી મળી શકે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી યુવક એરપોર્ટ પર આવતાની સાથે જ તેની હરક્તો જોઈને અધિકારીઓને શંકા ગઈ. અધિકારીઓએ તેની પૂછપરછ શરૂ કરી તો તેણે ટાળવાનું શરૂ કર્યું. આ પછી તેની બેગની તલાશી લેવામાં આવી તો કોકેઈન મળી આવ્યું. હાલમાં તો પોલીસે આ ઘટનામાં વધુ વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરી છે.