કાશ્મીરી પંડિતની પિડા માટે ભાજપની છેંતરપીડી આપો વાળી નીતિ જવાબદાર : મલ્લિકાર્જૂન

નવીદિલ્હી,

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો છે કે જમ્મુ કાશ્મીરમાં ભાજપની ઉપયોગ કરો,ત્યાગો અને છેંતરપીડી કરોવાળી નીતિ કાશ્મીરી પંડિતોની પીડા માટે જવાબદાર છે. તેમણે ટ્વીટ કર્યું કે કાશ્મીરી પંડિત કર્મચારી ૨૪૫થી વધુ દિવસોથી પ્રદર્શન કરી રહ્યાં છે જીવનના અધિકાર અને નવા સ્થાન પર વસાવવાની માંગ કરી રહ્યાં છે.તેમના મહીનાઓના પગાર બાકી છે તેમની સુરક્ષાની સાથે સમજૂતિ થઇ રહી છે.

ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપની ઉપયોગ કરો,ત્યાગો અને છેંતરપીડી કરોવાળી નીતિ કાશ્મીરી પંડિતોની પીડા માટે જવાબદાર છે.ગત વર્ષ આતંકવાદીઓ દ્વારા રાહુલ ભટ્ટની હત્યા કર્યા બાદ કામ પર ન આવનારા મોટાભાગના કાશ્મીરી પંડિત કર્મચારી કામ પર પરત ફર્યા છે.જમ્મુ કાશ્મીર પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં આ માહિતી આપી હતી પ્રદર્શનકારી કર્મચારીઓના એક સમૂહે ઘાટી છોડી દીધી અને જમ્મુમાં પ્રદર્શન કર્યું તેમણે માંગ કરી છે કે જયાં સુધી આ સુરક્ષા સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી તેમને કાશ્મીરથી બહાર સ્થાનાંતરિત કરી દેવામાં આવે જો કે પ્રશાસન કાશ્મીરી પંડિતો(કેપી)ની મોટાભાગની માંગો પર ધ્યાન આપવા માટે સહમત થઇ ગયું છે પરંતુ તેણે તેમને કાશ્મીરથી બહાર સ્થાનાંતરિત કરવાનો ઇન્કાર કર્યો છે. પ્રશાસને વિરોધ કરનારા કર્મચારીઓની વિરૂધ પોતાનું વલણ વધુ સખ્ત કરી દીધુ તથા કામ પર પરત નહીં આવનારાઓનો પગાર રોકી દીધો.