ભુજ,
ભૂકંપ પછીના આટલા વર્ષો બાદ પણ ભુજમાં અનેક જોખમી ઇમારતો સર્જી શકે છે મોટી હોનારત. જોખમી ઈમારતો તંત્ર દ્રારા તોડી પાડવાના બદલે ફરી ઉપયોગમાં લેવામાં આવતા વિરોધનો વંટોળ શરૂ થયો. ભાનુશાળી નગરની સાત માળની ખંડેર ઈમારત ગમે તે સમયે પડી શકે તેવી હોવાથી જાગૃત નાગરિકે ચિંતા વ્યક્ત કરી.
તાત્કાલીક જોખમી બિલ્ડીંગ તોડી પાડવાની માંગ કરી હતી. બીજી તરફ જોખમી ઈમારતો તોડી પાડવા માટે કલેકટર અને પાલિકાને વારંવાર રજૂઆત કરી છે. છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો.જોખમી ઇમારતો હોવાનો પાલિકા પ્રમુખે પણ સ્વીકાર કર્યો. કહ્યું, પાલિકા પાસે પૂરતો સ્વભંડોળ ન હોવાથી ઇમારતો તોડી પાડવાનું કામ થયું નથી. સરકારમાંથી પૈસા આવ્યા બાદ આગામી સમયમાં ઈમારતો તોડી પાડવામાં આવશે.