અમૂલના ચેરમેન પદ માટે બે દિગ્ગજોનું નામ રેસમાંથી આપોઆપ બહાર, તો હવે કોણ?

અમદાવાદ,

ગુજરાતમાં ૬૧ હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં સોઢીના કારસ્તાનોને કારણે બદનામ થાય એ પહેલાં સોઢીને બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સોઢીના ખેલોને પગલે ગુજરાતા ૩૬ લાખ પશુપાલકોનો વિશ્ર્વાસ આ સંગઠન પર જળવાઈ રહે એ માટે લેવાયેલા નિર્ણયની દૂધ સંઘો દ્વારા સરાહના કરાઈ રહી છે ત્યારે સૌથી મોટી બાબત એ છે કે હવે અમૂલમાં નવા ચેરમેન માટે સૌથી મોટો જંગ ખેલાશે. રાજ્યમાં દૂધ સંઘોમાં દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે.

અમૂલ’ના એમડી પદેથી ડો.આર.એસ.સોઢીની હકાલપટ્ટી બાદ આંતરિક ઓડિટનો દોર શરૂ થયો છે. અમૂલમાં ચાલતા ગેરવહીવટ અને તેની ફરિયાદોને પગલે આગામી એકાદ સપ્તાહમાં રાજ્યનો સહકાર વિભાગ નાણાકીય વહીવટના ઓડિટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ- સીએની પણ નિયુક્તિ કરશે તેમ જાણવા મળ્યું છે. આમ હવે સોઢીના આંતરિક પોલો બહાર આવે તેવી પૂરી સંભાવના છે. સોઢીએ રાજીનામું આપી દીધું હોવાનું જાહેર કરતાં સંઘે એમને રવાના કર્યા હોવાનો લેટર જાહેર કર્યો હતો. હાલમાં સોઢીના કારરસ્તાનોની તપાસ થઈ રહી છે પણ આગામી દિવસોમાં અમૂલના ચેરમેનની ચૂંટણી નવો રંગ પકડે તો પણ નવાઈ નહીં.