મુંબઇ,
પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની ૮૦મી શ્રેણી અમેરિકામાં હાલ ચાલુ છે. એવોર્ડ સમારોહ કેલિફોનયાના બેવર્લી હિલ્સસ્થિત બેવર્લી હિલ્ટનમાં યોજાયો છે. રેડ કાર્પેટ પર આ વખતે ભારતથી પણ લોકો સામેલ થયા છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ જીતવાની રેસમાં દુનિયાભરની ફિલ્મો મુકાબલો કરી રહી છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે આરઆરઆરના ’નાટુ નાટુ’ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. જૂનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટની આ ફિલ્મની આ મોટી સફળતા કહી શકાય.
આરઆરઆરના ’નાટુ નાટુ’ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. જૂનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટની આ ફિલ્મની આ મોટી સફળતા કહી શકાય. RRR ગત વર્ષની સૌથી શાનદાર અને દમદાર બિઝનેસ કરનારી ફિલ્મોમાંથી એક છે. વર્ષના અંતથી આ ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ માટે નોમિનેશન મળવા લાગ્યું હતું.
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR હકીક્તમાં બે કેટેગરી માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં નોમિનેટ થઈ છે. આ નોન ઈંગ્લિશ લેંગવેજ અને બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઈ છે. અત્રે જણાવવાનું કે ૨૦૨૩ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેશન્સની જાહેરાત ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ થઈ હતી. ગોલ્ડન ગ્લોબનો ૮૦મો એવોર્ડ સમારોહ અમેરિકાના કેલિફોનયાના બેવર્લી હિલ્સ સ્થિત બેવર્લી હિલ્ટન ખાતે યોજાયો.
રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું નાટુ નાટુ સોંગ વર્ષ ૨૦૨૨ના હિટ ટ્રેક્સમાંથી એક છે. તેના તેલુગુ વર્ઝનને વેટરન મ્યૂઝિક ડાયરેક્ટર એમ એમ કીરાવાનીએ કમ્પોઝ કર્યું છે અને કાલા ભૈરવા અને રાહુલ સિપ્લીગુંજે લખ્યું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ લેવા માટે કીરાવાની સ્ટેજ પર પહોંચ્યા હતા.
આરઆરઆરના નાટુ નાટુ સોંગ સાથે જે ગીતો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા તેમાં ટેલર સ્વિટનું ’કેરોલીના’,નું સોંગ ’ટોપ ગન: મેવરિક’ નું સોંગ ’હોલ્ડ માય હેન્ડ’, લેડી ગાગા, બ્લડપોપ અને બેન્જામિન રાઈસનું સોંગ લિટ મી અપ હતું જે ’બ્લેક પેન્થર: વકાંડા ફોરએવર’નું હતું.
અત્રે જણાવવાનું કે ફિલ્મ RRR એક ફિક્શનલ ફિલ્મ છે. જેની કહાની બે બહાદુર ક્રાંતિકારીઓ પર આધારિત છે. સિતારામ રાજૂ અને કોમારામ ભીમ. કહાની ૧૯૨૦ના દાયકાની દેખાડવામાં આવી છે. ફિલ્મમાં રામચરણ, જૂનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ જોવા મળ્યા. જો કે આલિયા અને અજય દેવગણનો સ્પેશિયલ અપેરન્સ હતો. ફિલ્મ ગત વર્ષ માર્ચમાં રિલીઝ થઈ હતી. ગ્લોબલ લેવલ પર ૧૨૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. બે દાયકામાં આ પહેલી ફિલ્મ છે જે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થઈ.