દે.બારીયા,
દે.બારીયા શહેર રાજવી સમયમાં શહેરની ભૌગોલિકને ધ્યાને લઈને શહેરની રચના કરાઈ છે. જેમાં સર્કલ બજારનું રાઉન્ડમાં ચારે દિશામાં જવાના માર્ગ છે. બે માર્ગમાંના રાઉન્ડમાં જે રાજવી સમયમાં બાંધકાર્ય છે. તેમાં ચાર દિવસ બે માર્ગોના પાંચ મકાનોની ડબલ માળમાં બાંધકાર્ય સુંદરતા સાથે કરાયો છે. વિકટરી સર્કલમાં રાજવી પરીવારના રાજા રણજીતસિંહના પિતાનો સ્ટેચ્યુ મુકાયો છે. તે વિકટરી સર્કલના નામે પ્રખ્યાત છે. હાલમાં નગર પાલિકાના દ્વારા તે ઐતિહાસીક સર્કલનું રી-કન્સ્ટ્રકશનનુંં કાર્ય યુધ્ધના ધોરણે થઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા નગર પાલિકામાં હાલ ભાજપ શાસીત બોડી છે. તેનો સમય ફકત બે માસ બાકી રહેલો છે. જેથી વિકાસની ગ્રાન્ટનો સદ્દઉપયોગમાં વપરાય તેવી નગરજનોની માંગ છે. માર્ચ-2023માં નવિન બોડીની રચના થશે. નગર પાલિકાની સામાન્ય ચુંટણી નિશ્ર્ચિત સમયમાં થશે તો વિકટરી સર્કલના ચોફેર રાઉન્ડમાં સ્ટેટ સમયના બિડની ધાતુના એંગાલ હતી. તેના સ્થાને હવે રાજસ્થાનની ગુલાબી સ્ટોન નકસી કરેલા સ્થંભ સાથે બ્લોક રાઉન્ડમાં ફીટ કરાતા રાજસ્થાની કારીગરો જોવા મળી રહ્યા છે. જેનુંં નવિન કાર્ય ગણતંત્ર પર્વ એટલે 26મી જાન્યુઆરી પહેલ પૂર્ણ થવા પામશે. તો ગણતંત્ર પર્વના સમયે તેનું લોકાર્પણ થવાની શકયતા છે. આ ગુલાબી સ્થંભ અને બ્લોકથી શહેરની સુંદરતાનો વધારો જોવા મળશે. તેવું આમ, જનતામાં ચર્ચાઈ રહ્યું છે.