મોરવા(હ)ના કુવાઝર ગામે કોસ્મેટીક દુકાન માંથી ચાઈનીઝ દોરી 127 સાથે દુકાનદાર ઝડપાયો

મોરવા(હ),

મોરવા(હ) તાલુકાના કુવાઝર ગામે કોસ્મેટીક અને ફુટવેરની દુકાનમાં ચાઈનીઝ / સિન્થેટીક દોરીની નાની-મોટી રીલો-ફિરકીઓ રાખીને વેચાણ કરતા હોય તે સ્થળે મોરવા(હ) પોલીસે રેઈડ કરી 29,510/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના કુવાઝર ગામે કોસ્મેટીક અને ફુટવેરની દુકાન ઉ5ર ચાઈનીઝ/સિન્થેટીક દોરી રાખીને વેચાણ કરતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ચાઈનીઝ/સીન્થેટીક દોરીની ફિરકીઓ નંગ-127 કિંમત 29,510/-રૂપીયાના મુદ્દામાલ સાથે શબ્બીર સૈફુદ્દીન વ્હોરાની ધરપકડ કરવામાં આવી. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવા પામી છે.