ગોધરા,
ગોધરા શહેર નારી કેન્દ્ર વાગડીયાવાસ વિસ્તાર માંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની રીલો 83 ધરમાં વેચાણ માટે રાખેલ ઈસમને પોલીસે ઝડપી પાડયો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા શહેર નારી કેન્દ્ર વાગડીયાવાસમાં રહેતા સુરજભાઈ ઉર્ફે સુરેશભાઈ રણછોડભાઈ ખરાડી પોતાના ધરમાં વેચાણ માટે પ્રતિબંધીત ચાઈનીઝ દોરી રાખીને વેચાણ કરતા હોય તેવી માહિતીના આધારે પોલીસે રેઈડ કરી ચાઈનીઝ દોરીની રીલો નંગ-83 કિંમત 22,050/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.