બ્રાઝિલમાં લોકશાહી પર જબરદસ્ત હુમલો

બ્રાઝિલિયા,

બ્રાઝિલમાં લોકશાહી પર સૌથી મોટો હુમલો થયો હતો. અહીં બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેયર બોલસોનારોના સેંકડો સપોર્ટર્સ પોલીસ બૅરિકેડ્સ તોડીને સંસદ, રાષ્ટ્રપતિભવન અને સુપ્રીમ કોર્ટમાં ઘૂસી ગયા હતા. પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ એને ફાંસીવાદી હુમલો ગણાવીને એની ટીકા કરી હતી.

બ્રાઝિલિયામાં સત્તાના કેન્દ્ર પર લીલા અને પીળા લૅગની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રદર્શનર્ક્તાઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું. તેઓ સંસદના લોરમાં ઘૂસી ગયા હતા. સુપ્રીમ કોર્ટ હેડક્વૉર્ટર્સમાં નુક્સાન પહોંચાડ્યું હતું અને રાષ્ટ્રપતિભવન તરફ આગળ વધ્યા હતા.

આ આઘાતજનક દૃશ્યોએ ૨૦૨૧ની છઠ્ઠી જાન્યુઆરીની ઘટનાની યાદ અપાવી હતી. એ સમયના અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સપોર્ટર્સ અમેરિકન કૅપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા.

Don`t copy text!