શહેરા તાલુકાના ભદ્રાલા ગામ ના રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડીયો

શહેરા તાલુકાના ભદ્રાલા ગામ ના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 30,810નો  દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેડ દરમિયાન પ્રખ્યાત બુટલેગર પીન્ટુ પગી મળીના આવ્યો હતો.

શહેરા તાલુકાના ભદ્રાલા ગામ માં ખુલ્લેઆમ પાછલા કેટલાક સમયથી રહેણાક મકાનમાં પીન્ટુ અને કોકી નામની મહિલા દારૂ અને બિયર નું વેચાણ કરી રહયા હતા. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નંદલાલ પ્રજાપતિ ને માહિતી મળતા તેઓ દ્વારા પી.એસ.આઇ જે.કે.ભરવાડ સહિતના  સ્ટાફને સૂચના આપતા   બુટલેગર ના  રહેણાંક ઘરને ચારે બાજુથી કોર્ડન કરીને રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન પંચમહાલ જિલ્લામાં પ્રખ્યાત એવા બુટલેગર સુખી બેન ઉર્ફે કોકી ચૌહાણ  અને જનક ઉર્ફે  પિન્ટુ  કાભસિંહ પગી મળી રેડ દરમિયાન મળી ના આવ્યા હતા. જ્યારે ઘરની અંદર સંતાડી રાખેલ  રૂપિયા 30,810  નો દારૂ અને બિયરના જથ્થો પોલીસ એ પકડી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એલ.સી.બી પોલીસે આજ બુટલેગરના ત્યાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.તેમ છતાં બુટલેગર પીન્ટુ અને કોકી દારૂનો ધંધો બંધ કરવાની જગ્યાએ ફરીથી દારૂનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારે આ બુટલેગર જનક ઉર્ફે પીન્ટુ કાભસિંહ  પગી પાછળ કોનું પીઠબળ હોવાથી અનેક વખત દારૂમા  પોલીસના હાથે પકડાયા પછી પણ તે ફરીથી દારૂ નો ધંધો બિન્દાસ્ત કરતો હોય  છે.પોલીસ દ્વારા દોઢ માસની અંદર બીજી વખત દારૂ અને બિયરના જથ્થો પકડી પાડીને  આ બુટલેગર સામે કાર્યવાહી હાથધરી હતી. પોલીસ તંત્ર દ્વારા પ્રખ્યાત બુટલેગર કોકી અને પીન્ટુ ને પકડી પાડી ને કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવુ જ બની રહયુ છે.