પાણી માટે રજુઆત: ડિસલેરી ફળિયાના રહીશો પાણી માટે TDOને રજુઆત કરી

  • છેલ્લા 15 દિવસથી પીવાના પાણીથી વંચિત રહેતા સ્થાનિકોએ તાલુકા પંચાયત કચેરીના દ્વાર ખખડાવ્યા.
  • સંજેલી ખાતે આવેલા ડિસલેરી ફળિયાના રહીશો પીવાના પાણી માટે વંચિત રહેતા TDOને રજુઆત કરી.

સંજેલી,

સંજેલી નગરના ડિસલેરી ફળિયાના પાછલા ભાગના રહીશો છેલ્લા 15 દિવસથી પાણી માટે વંચિત રહેતા સ્થાનિક રહીશોએ પાણીની માંગને લઈ TDOને રજુઆત કરવામાં આવી સંજેલ ગ્રામ પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધાઓ આપવા પાંગળું પુરવાર થયું છે. જેને લઈ પ્રાથમિક સુવિધાઓ માટે પ્રજાને વલખાં મારવા પડી રહ્યા છે. જેને લઈને રહીશોએ સંજેલી તાલુકા વિકાસ અધિકારીને નળ કનેક્શન મારફતે પાણી આપવાની માંગને લઈને આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી. છેલ્લા 15 દિવસથી પાણી આવતું ન હોવાથી સ્થાનિકો અને મધ્યમ વર્ગીય,ગરીબ લોકોને દૈનિક 100 થી વધુ રૂપિયા ખર્ચે કરી પીવાનું વેચાતું પાણી લેવાનો વારો આવ્યો છે. જેને લઇ સ્થાનિક રહીશોએ પાણી આપવાની માંગને લઈને તાલુકા પંચાયતના દ્વાર ખખડાવી સંજેલી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી.