લીમડી,
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ લીમડીની સાધારણ સભા રવિવાર સાંજે મહાવીર ભવનમાં મળી જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ સુંદરલાલ કર્ણાવટ તેમજ મહામંત્રી પદે બાબુભાઈ હસ્તીમલ કર્ણાવટની બે વર્ષ માટે સર્વાનુમતે નિયુક્તી કરવામાં આવી. આ પ્રસંગે સાધારણ સભામાં ઉપસ્થિત સૌ સંઘના સદસ્યો એ શુભેચ્છાઓ પાઠવી સાધારણ સભાનું સંચાલન સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી વર્ધમાન છાજેડે કર્યુ હતું.