વ્યાજ ખોરો સાવધાન લીમખેડા પોલીસ એકશનમાં

લીમખેડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને P I ગામીત દ્વારા વ્યાજ ખોરો અને ચાઇનીસ દોરીના વેપાર સામે કડક વલણ.

લીમખેડા,

લીમખેડાના DYSP ખટાણા તેમજ PI ગામીત અને લીમખેડા પોલીસ સ્ટાફ દ્વારા લીમખેડા વિસ્તારમાં આવેલા તમામ ગામોના આગેવાનોની મદદ થી ઊંચા વ્યાજે રૂપિયા આપતાં લોકો અને માનવ જાતિને નુકશાન કરતી ચાઇનીસ દોરાના વેપારીઓને પકડવા મદદ કરવા ભલામણ કરવામાં આવી.

લીમખેડા પોલીસ દ્વારા લોક દરબાર યોજીને લીમખેડાના DYSP ખટાણા દ્વારા જાગૃત લોકોને ભલામણ કરવામાં આવી કે, આજકાલ ઉંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા અને રૂપિયા ન આપી સકતા લોકો આત્મહત્યા કરવાના બનાવ સમાજમાં ખુબ વધતા સરકારે આવા તત્વો સામે આ માસમાં ઝુંબેશ ચલાવીને તમામને પકડી જેલ હવાલે કરવાની સૂચના આપવામાં આવી છે.

ત્યારે લીમખેડા પોલીસે લોકોને ભલામણ કરી છેકે, આવા લોકોની માહિતી આપો માહિતી આપનારની ઓળખાણ છુપાવવામાં આવશે અને ગુનેગારને સજા કરવામાં આવશે. તેમજ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા પણ લોકોને હપ્તા માટે માનસિક ત્રાસ આપવામાં આવે છે. તેવા પ્રાઇવેટ કંપનીના એજેન્ટ જો લોકોને પરેશાન કરતા હોય તોપણ અમને જાણ કરો એવી ભલામણ કરવામાં આવી.

સાથે સાથે ઉતરાણના સમયે લોકો ચાઈના દોરીનો ઉપયોગ કરે છે. તે પણ માનવ જીવન માટે જોખમરૂપ છે. જો આવા કોઈ વેપારી હોય તોપણ અમને જાણ કરો એવી પણ ભલામણ DYSP ખટાણા અને PI ગામીત દ્વારા કરવામાં આવી છે.