દાહોદ,
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆ બસ સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભી હતી. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે ઈસમો જેમાં મહમદુસરાન મહમદનિશાન મકરાણી અને મહેમુબ ઉર્ફે ઝુલ્લુ મકસુદ અરબ (મુસ્લીમ) (બંન્ને રહે. ભે દરવાજા, દેવગઢ બારીઆ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાને ચોરીની કુલ 04 મોટરસાઈકલ સાથે ઝડપી પાડી જેલ ભેગા કરી દીધાં હતાં. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોની સઘન પુછપરછ કરતાં ચારેય મોટરસાઈકલ પંચમહાલ, મધ્યપ્રદેશ અને વડોદરા ખાતેથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. ચોરીની કુલ 04 મોટરસાઈકલની કુલ કિંમત રૂા. 3,05,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.