સુરત શહેરની પ્રતિષ્ઠિત શાળા એવી અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રાથમિક શાળામાં આજરોજ શાળાના આચાર્ય શેખ ઝહુરની હાજરીમાં બાળકોમાં શારીરિક સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી “દાંતની સફાઇ” નવતર પ્રયોગ હાથ ધરાયો હતો.
જેમાં બાળકોને શારીરિક સ્વચ્છતા અંતર્ગત દાંતની સફાઇ બાબતે નવતર પ્રયોગ હાથ ધરી બાળકોને દાંતની સફાઇ બાબતે આચાર્ય શેખ ઝહુર તથા વર્ગ શિક્ષક દ્વારા જરૂરી માર્ગદર્શન આપી બાળકોને પ્રત્યક્ષ રીતે દાંતની સફાઇ કરાવાઇ હતી.
આ નવતર પ્રયોગ હાથ ધરવાથી બાળકોમાં “દાંતની સફાઇ” બાબતે જાગૃતિ આવે અને બાળકો દરરોજ દાંતની સફાઇ કરવા પ્રેરિત થાય.