ગોધરા,
એવોર્ડ મેળવનાર ભારતના ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના મોરવા હડફના કસનપુરના નાનકડા ગામના વ્યક્તિ પટેલ પંકજકુમાર રણજીતસિંહ તેઓ પોતાની સંસ્થા પંકજ પંચમહાલ ગાર્ડન સર્વિસ ગોધરામાં ચલાવે છે. તેઓને બ્રિટિશ પાર્લામેન્ટ લંડન માં ગવર્મેન્ટ અને વિશ્ર્વપ્રસિદ્ધ સંસ્થા યુકે દ્વારા પોતાના વિષય લેન્ડસ્કેપ આર્કિટેક્ચર ગાર્ડનોલોજીમાં પ્રશંસનીય કામગીરી કરતા ભારતીય માટે ગૌરવની વાત છે. હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે, તેમજ તેમાં સ્થાન મેળવ્યું છે. નોંધનીય બાબત એ છે કે, બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માનિત થવાની સિદ્ધિ મેળવનાર વ્યક્તિ ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેમને An iso 9001:2015 સર્ટિફાઇડ કંપની વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા થી સિદ્ધિ મેળવેલ છે. તેમની સંસ્થાનું નામ પંકજ પંચમહાલ ગાર્ડન સર્વિસ જે પંચમહાલ જિલ્લાના ગોધરા સીટી તેમજ બરોડા દાહોદ લુણાવાડા અન્ય સીટીમાં કામ કરે છે. તેઓએ બહુ મોટું નામ કમાયું છે. તેઓ ઘણા સમયથી બગીચાના કામ કરે છે. બગીચાની સ્કીલને આધારે વિશ્ર્વ તેમજ દેશમાં ખૂબ પ્રચલિત થયા છે. તેમનું કહેવું છે અમે આવનાર સમયમાં ગિનિસ બુકમાં પણ રેકોર્ડ બનાવીશું તેવો પ્રયત્ન ચોક્કસ કરીશું.