કોરોનાનો કહેર વચ્ચે પોલીસ અને આર.ટી.ઓ. તંત્રની મિલીભગતથી ઘેટા બકરાંની માફક મુસાફરોને ભરાતા અકસ્માતની વણઝાર

  • છેલ્લા પંદર દિવસમાં પંચમહાલ-દાહોદ-મહિસાગરમાં ચાર ગોઝારા અકસ્માત.
  • ખાનગી સંચાલકોની અંદરોઅંદર ર્સ્પધા.
  • ખીચોખીચ મુસાફરો લઈ જવાતા કોરોનાકાળમાં સંક્રમણની દહેશત.
  • હાઈવે તથા અન્ય વિસ્તારમાં પોલીસકર્મી તૈનાત હોવા છતાં ગેરકાયદે ચાલતા વાહનો અને ભીડભીડથી ચલાવતા વાહનો સામે અનદેખી.
  • આ ચાર બનાવ બાદ ત્રણ જીલ્લાની પોલીસ ઘોર નિંદ્રામાંથી કયારે જાગશે.

ગોધરા-દાહોદ-મહિસાગર,
દાહોદ-પંચમહાલ-મહિસાગર જીલ્લાના આંતરિક તથા હાઈવે ઉપર રાત-દિવસ અસંખ્ય વાહનો પસાર થાય છે. તેમાંય ખાનગી વાહનો જેવાકે રીક્ષા, છકડા, જીપ, મીની લકઝરી બસો સમાંતરે ઘેટા બકરાંની માફક ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરીને માતેલા સાંઢજી માફક દોડે ભૂતકાળમાં પણ અનેક ગોઝારા અકસ્માતો સર્જાયા છે. અવારનવાર તંત્રની ચિમકી છતાં બસ વોહી રફતાર એટલે પુરપાટ વાહનો દોડાવીને ગામે ગામેથી મુસાફરોને વહેલામાં વહેલા બેસાડીને પોતાના ખિસ્સા ભરવામાંં ડ્રાઈવર-કંડકટર તથા માલિકો તત્પર રહે છે. ખાનગી વાહનો વચ્ચે જાણે હાઈવે રસ્તાઓ ઉપર સ્પર્ધા જામતા છેવટે પલ્ટી ખાઈ અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેમ છતાં તંત્ર જાગૃત બનતું નથી. ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ જીલ્લાના મુખ્ય હાઈવે સંતરામપુર, લીમેખડા, લુણાવાડા અને નાટાપુરમાં ચાર અકસ્માતની દુર્ધટના ઘટી છે.

જેમાં ૩૦૦ થી વધુ મુસાફર સવાર હતા. ૮ ના સ્થળ ઉપર જ મોત થયા હતા જ્યારે આશરે ૯૮ થી વધુને નાની મોટી ઈજાઓ થતા ૧૦૮ જેવી એમ્બ્યુલન્સ વાન પણ ખૂટી પડી હતી અને નજીકના દવાખાને સારવાર અર્થે ખેડવા અફડા તફડીનો માહોલ સર્જાતા પોલીસની રહેમ સામે ઈજાગ્રસ્તોની મદદે આવેલ સ્થાનિક લોકોએ રોષ વ્યકત કર્યો હતો. હાલમાં કોરોના કાળ પૂર્ણ થતા રોજીંદા રોજગાર અર્થે કે કામઅર્થે સ્થાનિક જીલ્લામાં કે અન્ય જીલ્લામાંં જાય છે. તેવા સમયે ખાનગી વાહનોમાં પોલીસ ને આર.ટી.ઓ.તંત્રની કૃપાથી ખીચોખીચ મુસાફરી થઈને નાણાં રળીને સંભવત: હપ્તા પણ ચુકવાતું હોવાનું ઈજાગ્રસ્તોના મુખે સંભળાઈ રહ્યું છે. આવા રોજગાર કે કામ માટે જતા મુસાફરો ધાયલ બાદ રડમસ ચિચિયારીઓ અને મોતના આક્રંદ ઈજાગ્રસ્તો કે તેઓના પરિવારજનોમાં વ્યકત થયો છે. રોજંીદા જુદા જુદા વિસ્તારમાં એકલ-દોકલ અકસ્માત તો જેતે પોલીસ મથકે નોંધાતા રહે છે. હાલમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ુછટી અપાયેલી ખાનગી વાહનોમાં સોશ્યલ ડિસ્ટન્સ કે માફક કે ગનથી ચકાસણી જેવા નીતિ નિયમોનું ઉલ્લંધન કરીને વાહનોમાં શ્ર્વાસ પણ લેવાય તે પ્રમાણે સવાર કરાવીને પોલીસના જ કાયદાના જાહેરનામાનું સંચાલકો ધજીયા ઉડાવી રહ્યા છે અને પોલસ અને આર.ટી.ઓ. તંત્રના જવાબદારો આંખ આડા કાન કરતા આવા અકસ્માતો તો સર્જાય છે પણ કોરોનાનું મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાવતા હોવાની નીતિ છે. હાલમાં વિવિધ હાઈવે ઉપર પોલીસ ચોકસ ઊભી કરાઈને કર્મીઓ ફરજ બજાવે છે. છતાં પણ આવા અકસ્માત નોતરતા ખાનગી વાહનો સામે કેમ કાર્યવાહી હાથ ધરાતી નથી. તે આમ પ્રજા પ્રશ્ર્ન પૂછી રહી છે. આ છેલ્લા ૧૫ દિવસમાં બનેલ અકસ્માતની ધટનાઓથી પોલીસ તંત્ર જાગશે કે પછી વોહી રફતાર રહીને અકસ્માતની વણઝાર વણથંભી બનતી રહેશે. હવે જોવું રહ્યું કે આવા માંતેલા સાંઢની માફક દોડતા વાહનો અને સંક્રમણ ફેલાવતા વાહનો સામે કાર્યવાહી થાય તેવી પ્રજાની માંગ છે.

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલી લીમડી ખાતે તા.૪/૧૦/૨૦ના રવિવારના રોજ બપોરે એક લકઝરી બસનો ચાલક ૩૦ જેટલા મુસાફરોને ભરીને આણંદ તરફ જવા નીકળ્યો હતો. દરમ્યાન લીમખેડા નજીક પૂરઝડપે બસ હોવાથી ચાલકે સ્ટિયરિંગનો કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસના ૨૦ થી વધુ મુસાફરોને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે એક ૪ વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક વૃધ્ધાનો હાથ કપાઈને છુટો પડી ગયો હતો. આ પૈકી કેટલાક ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ગત તા.૩/૧૦/૨૦ના રોજ મહિસાગર જીલ્લાના સંતરામપુર તરફથી ગોધરા આવી રહેલ એક ખાનગી મીની લકઝરી બસમાં ખિચોખીચ મુસાફરો ભરીને નાટાપુર પાસેથી પસાર થઈ રહેલી હતી. આ બસના ચાલકે સવારે ૧૧ કલાકની આસપાસ સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને રસ્તા ઉપર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાતા ૧૩ ઉપરાંત મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે બે મહિલાઓના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. જેમાં ૪૦ ઉપરાંત મુસાફરો સવાર હતા.
ઉત્તરપ્રદેશ માંથી શ્રમિકોને ગુજરાતમાં સુરત ખાતે પરત લાવવા લકઝરી બસના ડ્રાઈવર ઉદેપુર થી બસ બદલી હતી. શામળાજી પાસ આંદોલન ચાલી રહેલ હોવાથી પંચમહાલ જીલ્લાના ગોધરા પાસેથી અંદાજીત ૧૦૦ ઉપરાંત મુસાફરોથી ભરીને પસાર થતી હતી. દરમ્યાન શહેર નજીક પરવડી ચોકડી એટલે આંધળી ચોકડી ઉપર તા.૨૭/૧૦/૨૦ના રોજ સવારે ૪ કલાકે બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૩ ઈજાગ્રસ્તો વધુ ગંભીર હોવાથી વડોદરા મોકલવામાં આવ્યા હતા. જ્યારે રોજગારી અર્થે આશા સેવીને સુરત જતા ૩૫ ઉપરાંત મુસાફરો લોહીથી લથપથ હાલતમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
તા.૨૨/૦૯/૨૦ના રોજ દાહોદ જીલ્લાના સંજેલી ગામેથી શ્રમિકોને લઈને સૌરાષ્ટ્રના કાલાવાડ લઈ જવાતા હતા. મોડી સાંજે મહિસાગર જીલ્લાના સંતરામપુરના પઢારિયા વળાંક પાસે કાબૂ ગુમાવતા દુર્ધટના સર્જાઈ હતી. જેમાં સવાર ૧૦૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ત્રણ ગંભીર‚પે ઘાયલ મુસાફરોને લુણાવાડા સારવાર અર્થે તો કેટલાકને ગોધરા સિવિલ હોસ્પિટલ તો કેટલાકને સંતરામપુર દાખલ કરવામાં આવ્યા હતા. મોડી સાંજે સર્જાયલ અકસ્માત નોતરેલી બસમાં ખીચોખીચ ઘેટા બકરાની માફક પૈસા રળી લેવાની લ્હાયમાં મુસાફરોને રાત્રિના સમયે ગેરકાયદે સવારી કરાઈ રહ્યા હતા.