પૂર્વ વિભાગ રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

સંતરામપુર,

પૂર્વ વિભાગ રાજપુત સમાજ સંતરામપુર દ્રારા સ્નેહ મિલન અને વિધાર્થી સન્માન સમારોહ તા.08-01-2023 ને રવિવારના રોજ અલ્મા ઇન્ટર નેશનલ સ્કૂલ સંતરામપુરમાં યોજવામાં આવેલ. જેમાં સમારોહના અધ્યક્ષ તરીકે એચ.એચ.મહારાણી ઓફ સંતરામપુર અને મુખ્ય મહેમાન તરીકે મહાકાલ સેના ગુજરાતના અધ્યક્ષ વિજયસિંહજી ચાવડા તથા મહીસાગર જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ શ્રીમતિ નિરૂકુંવરબા ડી.સોલંકી અને પૂર્વ વિભાગ રાજપુત સમાજ સંતરામપુરના 21 ગામો માંથી બહોળી સંખ્યામાં વડીલો, વિધાર્થીઓ અને મહીલા સંગઠનની બહેનો હાજર રહી સમાજના સર્વાંગી વિકાસ માટે અને સમાજમાં રહેલા દુષણો દુર કરવા પ્રેરણાદાયી માર્ગદર્શન અને વિધાર્થીઓને પ્રમાણપત્ર અને ટોફી આપી સાન્માનિત કર્યા હતા.