રાજકોટ,
ભારતીય ટીમે શ્રીલંકાને ત્રીજી ટી૨૦ મેચમાં ૯૧ રનથી હરાવી દીધુ. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ ૨-૧થી જીતી લીધી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગે બધાના મન જીતી લીધા. આ કારણે જ ટીમ ઈન્ડિયા ત્રીજી મેચમાં પ્રચંડ જીત મેળવી શકી. શ્રીલંકા વિરુદ્ધ મોટી ઈનિંગ રમીને સૂર્યકુમાર યાદવે ૩ મોટા રેકોર્ડ બનાવી લીધા.
સૂર્યકુમાર યાદવની તોફાની ઈનિંગ શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની શરૂઆત જોઈએ તેવી નહતી. ઈશાન કિશન જલદી આઉટ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ જો કે રાહુલ ત્રિપાઠીએ દમ દેખાડ્યો પણ તે પછી તે પણ આઉટ થઈ ગયો અને પછી સૂર્યકુમારનો જલવો જોવા મળ્યો. સૂર્યકુમાર યાદવે તાબડતોડ બેટિંગ ક રતા ૫૧ બોલમાં ૧૧૨ રન કર્યા. જેમાં ૯ મોટા મોટા છગ્ગા પણ સામેલ હતા. તેણે મેદાનમાં શ્રીલંકાના ખેલાડીઓને ચારેબાજુ દોડાવ્યા. તેની બેટિંગ જોઈને વિરોધીઓના બોલરો મોઢામાં આંગળા નાખી ગયા.
સૂર્યકુમાર યાદવની ટી૨૦ ક્રિકેટમાં હવે ૩ સદી થઈ ગઈ છે. તેણે આ ત્રણેય સદી ઓપનિંગ પોઝિશનથી નીચે બેટિંગ કરીને ફટકારી છે. ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં આવું કરનાર તે પહેલો ખેલાડી છે. એક માત્ર ખેલાડી છે જેણે નંબર ચાર પર બેટિંગ કરીને ૩ ટી૨૦ સદી ફટકારી છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, સાઉદી આફ્રિકાના ડેવિડ મિલર સહિત ૬ ખેલાડીઓને પાછળ છોડ્યા, તમામે ઓપનિંગ બાદ બેટિંગ કરતા ૨-૨ સદી ફટકારી છે.
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા વિરુદ્ધ ક્ત ૪૫ બોલમાં જ સદી પૂરી કરી. આમ તેણે ભારત માટે ટી૨૦ ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી. પહેલા નંબર પર રોહિત શર્મા છે જેણે ૩૫ બોલમાં સદી કરી છે. જ્યારે તે ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ નંબર ૨ પર પહોંચી ગયો છે. તેના નામે ૩ સદી છે. જ્યારે રોહિત શર્માએ ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૪ સદી કરી છે. કેએલ રાહુલના નામે ૨ સદી છે.
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા વિરુદ્ધ મોટી ઈનિંગ રમતા જ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૫૦૦ રન પૂરા કર્યા છે. તેણે ફક્ત ૮૪૩ બોલમાં જ આ ૧૫૦૦ રન કર્યા છે. જે સૌથી ઝડપી છે. શ્રીલંકા વિરુદ્ધ મોટી ઈનિંગ રમવા બદલ તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો. સૂર્યકુમાર યાદવ ટી ૨૦ માં પણ નંબર વન પર બિરાજમાન છે અને વિસ્ફોટક બેટિંગમાં કુશળ પ્લેયર છે. તેણે ભારત માટે ૪૫ મેચમાં ૧૫૭૮ રન કર્યા છે.
આગામી મહિને ટેનિસને અલવિદા કહેશે સાનિયા મિર્ઝા, આવું રહ્યું છે ભારતીય સ્ટારનું કૅરિયર
ટી૨૦ ઈન્ટરનેશલમાં સૌથી વધુ સદી
૪ રોહિત શર્મા (ભારત)
૩ સૂર્યકુમાર યાદવ (ભારત)
૩. ગ્લેન મેક્સવેલ (ભારત)
૩ કોલિન મુનરો (ન્યૂઝીલેન્ડ)
ભારત માટે સૌથી ઝડપી ટી૨૦ સદી
૩૫ બોલ, રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા (૨૦૧૭)
૪૫ બોલ, સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ શ્રીલંકા (૨૦૨૩)
૪૬ બોલ, કેએલ રાહુલ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ (૨૦૧૬)
૪૮ બોલ, સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ઈંગ્લેન્ડ (૨૦૨૨)
૪૯ બોલ, સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (૨૦૨૨)