ગોધરા,
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશથી ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટી દ્વારા લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલ સ્કીમ (મોડીફાઈડ-2022) અંતર્ગત ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટીના એકઝીકયુટીવ ચેરપર્સન સોનીયા ગોકાણી તથા પંચમહાલ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ જે.સી.દોશીના સંપૂર્ણ માર્ગદર્શન તથા નેજા હેઠળ પંચમહાલ ગોધરા ખાતે સીવીલ કોર્ટ બીલ્ડીંગ, ત્રીજા માળે નવ નિર્મિત લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલની કચેરીનું ઉદ્દઘાટન તારીખ 06-01-2023ના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટીના એકઝીકયુટીવ ચેરપર્સન સોનીયા ગોકાણી દ્વારા વર્ચુઅલ ઈનોગ્રેશન કરવામાં આવેલ છે. જેમાં પંચમહાલ જિલ્લાના તમામ ન્યાયાધીશઓ/મુખ્ય સરકારી વકીલ તથા અન્ય સરકારી વકીલઓ, ગોધરા બાર એસોશીએશનના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો તથા વકીલઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી તા.09/01/23થી આ કચેરી કાર્યરત થશે તેમ સચિવ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગોધરા-પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.