સંતરામપુર,
સંતરામપુરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સંતરામપુરમાં શોર્ય પદયાત્રા અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો. સંતરામપુર નગરના મહાકાળી મંદિર પાસે આજે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોર્ય પદયાત્રા અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર, મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ સિંહ બારીયા, આદિજાતિ મોરચાના દીપકભાઈ ચાવડા સહિત હાજર રહ્યા હતા. સૌ પ્રથમ આ કાર્યક્રમમાં સંતરામપુર નગરના પ્રતાપુરા વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યાર પછી ધાર્મિક વિશિષ્ટ ચર્ચાઓ કરવામાં આવેલી હતી. વિશ્ર્વ હિન્દુ પરિષદના મંત્રી અને પ્રમુખ પંચમહાલ મહીસાગર દિલીપભાઈ રાણાના આગેવાન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. શોર્ય યાત્રા પ્રતાપુરા, મહાકાળી મંદિર પાસેથી મોટા બજાર, ગોધરા ભાગોળ, માંડવી ચાર રસ્તા વિવિધ માર્ગો પર શૌર્ય યાત્રા કાઢવામાં આવેલી હતી. આ યાત્રામાં વિશ્ર્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના તથા તમામ પ્રાંતના લોકો જોડાયા હતા. શોર્ય પદયાત્રામાં જય રામના નારા સાથે સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું હતું અને વિવિધ માર્ગો પર ફરીને શૌર્ય યાત્રા અને ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ મહાકાળી મંદિર પાસે યોજી અને પૂર્ણવિરામ કરવામાં આવેલો હતો. સંતરામપુર પોલીસ દ્વારા સધનચુસ્ત બંદોબત પણ ગોઠવાયો હતો.