સંંતરામપુર સ્ટેશન રોડ વિસ્તારમાં પતંગ દોરીના વેપારીને ત્યાંથી ચાઈનીઝ દોરીના 22 ફિરકા ઝડપ્યા

સંતરામપુર,

સંતરામપુર બસ સ્ટેશન વિસ્તારમાં પતંગની દુકાન માંથી ચાઈનીઝ દોરીના 22 ફીરકા મળી આવ્યા. પોલીસે 6,600/-નો માલ કબજે કર્યો. ઉતરાયણના આગમનને લઈને સંતરામપુર નગરમાં ઠેર ઠેર પતંગોની દુકાનો જોવા મળી આવેલી હતી. જ્યારે બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં અને તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ત્યારે માર્કેટમાં ગેરકાયદેસર રીતે ખાનગીમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થયેલું હતું. સંતરામપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં શીતલ પતંગ ભંડાર નામની દુકાન માંથી પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન અને બાતમીના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતુ.ં ચેકિંગ દરમિયાનમાં દુકાન માંથી ચાઈનીઝ દોરીના 22 ફીરકાઓ મળી આવેલા હતા. સંતરામપુર પોલીસે 6600 નું મુદ્દા માલ કબજે કરેલો હતો. ચાઈનીઝ દોરીથી માનવ અને પશુઓનો હુમલો અને ઘાતક વસ્તુ ગણાય છે અને પર્યાવરણને પણ નુકશાન કરે છે. તે માટે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે, છતાંય સંતરામપુરમાં ચાઈનીઝ ફિરકાઓનું અને દોરીનું ધૂમ વેચાણ થયેલું હતું. પોલીસે બાતમીના આધારે મુદ્દા માલ કબજે કરેલો હતો. વિકાસકુમાર મહેશભાઈ ડબગર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.