કોઠંબા પોલીસ મથકની સગીરાની જાતીય સતામણીના ગુન્હામાં આરોપીને બે વર્ષની સખત કેદની સજા ફટકારી

કોઠંબા,

લુણાવાડા તાલુકાના ચારણગામ (સાલાવાડા)ના આરોપી દ્વારા સગીરાની જાતીય સતામણીના પોકસોની ફરિયાદ કોઠંંબા પોલીસ મથકે નોંધાઈ હતી. તે કેસના સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપીને બે વર્ષની કેદ ફટકારવામાં આવી.

લુણાવાડા તાલુકાના કોઠંબા પોલીસ મથકે લુણાવાડાના ચારણગામ (સાલાવાડા) આરોપી શૈલેષ દલાભાઈ તલારએ 2021માં સગીરાની એકલતાનો લાભ લઈ જાતીય સતામણી કરતાં આ બાબતે પોકસો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ મહિસાગર એડીશનલ સેશન્સ જજની કોર્ટ સ્પે.પોકસોમાં ચાલતાં સરકારી વકીલ જયવીતસિંહ સોલંકીની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને એડીશનલ સેશન્સ જજ દ્વારા આરોપી શૈલેષ તલારને બે વર્ષની કેદ અને દંડનો હુકમ કરવામાં આવ્યો.