દે.બારીયા શહેરમાં મફત આંખનું નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું

દે.બારીયા,

દે.બારીયા શહેરના ગરીબ આમ જનતાના માટે દે.બારીયાની પોતાની માદરેવતનની ધરતીમાં વસતા ગરીબોની સેવાની ભાવનાથી લીલાબેન તથા નટવરલાલ શાહની સ્મૃતિમાં તથા દીનાબેન અને કમલેશભાઈ શાહ હાલ યુ.એસ.એ.સ્થાઈના સહયોગથી તા.8/1/23ના રવિવારના રોજ મહારાણી ક્ધયા પ્રા.શાળામાં સવાર 10.00 કલાકે સારવાર સાથે મફત નિદાન અને ઓપરેશન માટેના કેમ્પ રાખવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયાની ક્ધયા પ્રા.શાળા ખાતે આંખનુંં મફત નિદાન અને ઓપરેશન માટે ચકાસણી કરવા માટે લાભાર્થીઓ આવ્યા હતા. જેમાં 49 મોતીયાના દર્દીઓ, 15 રેટીના દદીઓ સામે આવ્યા હતા. બપોરના 2.00 કલાકના સમય દરમિયાન 450 જેટલા કેસની ચકાસણી માટે નોંધણી થઈ હતી. જેમાં આંખના હોયની દવા મફત આપવામાં આવી હતી તથા 230 જેટલા લાભાર્થીઓને નજીકના ચશ્મા વિતરણ કરાયા હતા. આ તમામ દર્દીઓની ચકાસણી માટે રાહુલહિન્હા, સમીક્ષા સો તથા પ્રિયાન્સુ દરજી આંખના ડીગ્રી ધરાવનાર ડોકટર્સએ સેવા આપી હતી. કેમ્પની મુલાકાત માટે ઉર્વશી દેવી આવ્યા હતા તથા ર્ડા. રમેશ ઓ.શેઠ, કે.કે. સોની શહેરાવાલા તેમજ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના સભ્યોએ નિદાન કેમ્પને સફળ બનાવવામાં મોટું યોગદાન હતો. જેથી આમ, ગરીબ જનતના આર્શીવાદના હકદાર છે. આ મુજબ ગરીબો માટે મફત સારવાર માટે કેમ્5ોનું અવારનવાર આયોજન થાય તેવી ગરીબ પ્રજા આશા સેવી રહી છે.