શહેરા,
શહેરા તાલુકાના ભદ્રાલા ગામે રહેતા ઈસમે પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી 312,710/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ભદ્રાલા ગામે રહેતા જનકભાઈ ઉર્ફે પિન્ટુ કાભસિંહ પગી તથા સુખીબેન ઉર્ફે કોડી ભારતભાઈ ચૌહાણ ભેગા મળી પોતાના ધરમાં વેચાણ માટે ઈંગ્લીશ દારૂ સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી વિદેશી દારૂ કવાટરીયા તથા બીયર ટીન મળી નંંગ-274 કિંમત 31,710/-રૂપીયા સાથે જનકભાઈ ઉર્ફે પિન્ટુ પગીને ઝડપી પાડવામાં આવ્યો.