- ઘણા સમયથી રજૂઆત કરવા છતાં નગર પાલિકા દ્વારા મરામત માટે
ઉદાસીન. - રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી.
- ચોમાસા એ વિદાય લીધી છતાં પાલિકા દ્વારા મરામતની અનદેખી.
- ખાનગી એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાયેલી એક ગર્ભવતી
મહિલાને ખાડાને લીધે પ્રસૂતિ થઈ.
ગોધરા,
છેલ્લા કેટલાક સમયથી ગોધરા નગરપાલિકા દ્વારા ચોમાસા દરમ્યાન રસ્તાઓની મરામત કરવાના અભાવે શહેરના હાર્દસમાં સૈયદવાડા પાસેના રોડ ઉપર જોખમી ખાડાના લીધે આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આથી વહેલીતકે આ રોડનું કામ કરવાની માંગ ઊઠી છે.
જૂન માસ માથે હોવા છતાં ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર રસ્તાઓ કે સોસાયટીના આંતરિક રસ્તાની મરામત કરવાનું ચુકી ગયું હતું. સરકાર પાસથી ગ્રાન્ટ ફાળવણી તથા પાલિકાના બજેટમાંથી પણ રસ્તાઓની મરામત કરવાની જોગવાઈ છે. તેમ છતાં કામગીરી ન કરાતા અગાઉ પડેલા રસ્તાઓ ઉપર વાહનોની અવરજવરના કારણે અને રોડની ગુણવત્તા વિહોણી તકલાદી કામ કરવાને પગલે દિનપ્રતિદિન ખાડા ઊંડા થઈને ઠેરઠેર ખાબોચીયા રચાયા હતા અને વરસાદના કારણે ખાડામાં દિવસો સુધી પાણી ભરાઈ રહેવાની સાથે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી હતી. અવારનવાર માંગણી કરવા છતાં પાલિકાના સભ્યો દ્વારા ગ્રાન્ટ જેવા બ્હાના દર્શાવીને વિકાસના કામ અંગે આંખ આડા કાન કરવામાં આવ્યું હતું. લોકોને પડી રહેલી વિપદા અંગે નગરપાલિકા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કામ બાબતે ઠાલા વચનો આપ્યા હતા. હવે જાણે ચોમાસું વિદાય લીધું છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોના બિસ્માર બનેલા રોડની મરામત કરવામાં ઉદાસીનતા સેવાતા હાલ શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઘણા રસ્તાઓ બિસ્માર હોવાની સાથે ખાડાઓ સર્જાયેલા છે.
જેમાં ગોધરા શહેરના હાર્દસમા સૈયદવાડા પાસેના રોડ ઉપર મસમોટો ખાડો સર્જાયેલ જોવા મળે છે. આ હાર્દ સમો સૈયદવાડામાં અનેક રહેણાંક તથા અનેક વેપારીઓની દુકાન આવેલી છે. અહીંથી જીલ્લાભરમાંથી ખરીદી અર્થે મોટી સંંખ્યામાં ગ્રાહકો આવતા હોય છે અને સ્થાનિક લોકોની અવરજવર રહે છે. તેઓ આ બિસ્માર રસ્તામાં સર્જાયલા ખાડા જોખમી હોવાની સાથે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તાજેતરમાં અહીંથી પસાર થતી એક ખાનગી એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાતી પ્રસૂતિ મહિલાને આ ખાડાના લીધે પીડા વેઠવી પડીને પ્રસૂતિ થઈ હતી. ત્યારે પાલિકા વહેલી તકે જાગૃત બનીને આ સૈયદવાડાનો ખાડો પૂરે તેવી માંગ ઊઠી છે. ત્યારે પાલિકા જાગશે ?ે