જાંબુઘોડા રણજીતપુરાના પુર્વ ડે.સરપંચના ખાતામાંથી એ.ટી.એમ. દ્વારા 41 હજાર ત્રાહિત વ્યકિતએ ઉપાડી લેતા ફરિયાદ

જાંબુઘોડા,

જાંબુઘોડા તાલુકાના રણજીતપુરા ગામના પુર્વ ડે.સરપંચ મેતરભાઈ રાઠવા શિવરાજપુર ખાતે આવેલી ધી પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંક લિ.ખાતામાંથી 41 હજાર એટીએમ મારફતે કોઈ ત્રાહિત વ્યકિત નાણાં ઉપાડી લેવાના મામલે જાંબુઘોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભોગ બનેલા મેતરભાઈ રાઠવા ગત તા.19/12/2022ના રોજ બેંકમાં આવ્યા હતા. અને પાસબુકમાં એન્ટ્રી પડાવતા માલુમ પડ્યુ હતુ કે, ખાતામાંથી રૂ.41,400/-કોઈ એટીએમ મારફતે તબકકાવાર ઉપાડી લીધા હતા. મેતરભાઈ રાઠવાના એકાઉન્ટમાંથી એટીએમ મારફતે કુલ સાત વાર મળી 41,400/-રૂપિયા બોડેલીના અલગ અલગ એટીએમમાંથી કોઈ ઈસમે ઉપાડ્યા હતા. આ અંગે જાંબુઘોડા પોલીસે આ બનાવમાં આઈપીસી 406, 420 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.