દાહોદ,
ચેનપુર ગામે થોડા દિવસો પહેલા ખાણ ખનીજ વિભાગે છાપો મારીને સંખ્યાબંધ વાહનો જપ્ત કર્યા હતા. ત્યારે ફરીથી નદીમાં રેત ખનન શરૂ કરી દીધુ હતુ. ત્યારે પાનમ નદીમાં પુન: છાપો મારીને ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 કરોડના વાહનો જપ્ત કર્યા હતા.
દે.બારીઆ તાલુકાના ચેનપુર ગામની પાનમ નદીમાં ગેરકાયદે રીતે રેત ખનન ચાલતુ હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. ત્યારે અહિંથી એક હિટાચી મશીન, હાઈવા, ડમ્પર તેમજ એક ટ્રક મળીને રૂ.1 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. થોડા દિવસો પહેલા પણ વિભાગ દ્વારા પાનમ અને ઉજજવળ નદીમાં છાપો મારીને હિટાચી મશીન, લોડર, હાઈવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.